Get Mystery Box with random crypto!

તાજેતરમા વેબસંકુલ ગાંધીનગર ખાતે રેકોર્ડ કરેલ ગુજરાતના ઈતિહાસમા | TestPedia By Dr.Juvansinh Jadeja

તાજેતરમા વેબસંકુલ ગાંધીનગર ખાતે રેકોર્ડ કરેલ ગુજરાતના ઈતિહાસમા કોઈ પણ પબ્લીકેશનની પુસ્તક કે ફેકલ્ટી ન ભણાવતા હોય એવા મુદ્દાઓ બદલાતી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કોર્સમા ભણાવ્યા  છે...

જે મારા 2014-2023 સુધી સતત Aspirant તરીકે પરીક્ષા આપવાનો અનુભવ,એનાલીસીસ અને ઈતિહાસ શોખનો વિષય છે, તેનો નીચોડ છે, જે હવે ભવિષ્યમા  કોપી પેસ્ટ કરનાર પબ્લીકેશન અને જોકર ફેકલ્ટીઓ કોપી કરી ભણાવશે....

1- સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો...ભાવનગરમા આવેલા 10-12 સ્થળો, બાબરકોટ-બોટાદ, નેસડા-વલ્લભીપુર,ગોલાઢોળો બગસરા-મોરબી કોટડા-ભડલી-નેસ-સેવકીયા- વગેરે....

2- સિંઘુ-ખીણની સંસ્કૃતિના ઉદભવ અને ભૂગોળ સાથેનો સંબંધ....કલાઈમેંટ ચેંજ..સંસ્કૃતિના પડતીના સમય સ્થળો ગુજરાતમા કેમ વધુ છે....

3- સેલ્યુકસ નિકેતર પાસેથી ચંદ્રગુપ્ત મોર્યએ બલુચિસ્તાન,કાબુલ,કંધાર,હેરાત જ શુ કામ માગ્યા?

4- ઈન્ડો ગ્રીકનુ સિંકદર સાથેનો સંબંધ? ભારત પર આક્રમણના કારણો...


5- ખંભાતના અખાતના સ્થળો જ કેમ વૈપારીક મથક હતા?

6- ઈન્ડોનેશીયામા શક રાજયના સ્થાપકનો ગુજરાત સાથેનો સંબંધ...


7- હર્ષવર્ધનના ગુજરાત સંબંધ પાછળ ખરગ્રહ-1 અને શિલાદિત્ય-1 સામે હર્ષવર્ધનની હાર...

8- મૈત્રક વંશ સાથે સિસોદીયા રાણા વંશ,કાઠી દરબાર,નેપાળનો રાજવંશ અને શિવાજીના ભોસલે વંશનો સંબંધ...

9-સોલંકી વંશના રાજાઓમા સિધ્ધરાજ જયસિંહના  ઘણા અન્ય સ્થાપત્યો- ઉ.દા.મીનળવાવ વીરપુર

10- મહમદ બેગડા દિવ અને ચેવલનુ યુધ્ધ અને તેની વિશ્વ પર અસર...

11- અમદાવાદને રાજધાની બનાવવા પાછળના કારણો...

12-મુઝફરશાહ-3 અને અકબરનૉ સંધર્ષ , ગુજરાત પર આક્રમણનુ મુખ્ય કારણ મિર્ઝા ભાઈઓ સાથેનો સંધર્ષ...

13-મરાઠાકાળ ચાર્ટ સ્વરુપે સરળ સમજુતી..

14- વોકર કરારના કારણો, અસર

15- 1857 વિદ્રોહ પહેલાના વિદ્રોહ-કરછ, વાઘેર

16- આદિવાસી ચળવળ ડીટેઈલમા

17-1857 વિદ્રોહ ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તાર પુરતો જ કેમ સિમીત હતો? ગુજરાતમા તેના કારણો...

18- અસહકાર અને દાંડી કુચ/આંદોલનના કારણો,ઉદેશ્ય,અસર,નિષ્ફળતા

19-મહાગુજરાત આંદોલનના કારણો....

20-કરછ સત્યાગ્રહ(1968)

21-નવનિર્માણ આંદોલનના કારણો, ઘટનાક્રમ, અસર....