Get Mystery Box with random crypto!

#Polity #Preamble આમુખ - અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ, | TestPedia By Dr.Juvansinh Jadeja

#Polity #Preamble

આમુખ - અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ, ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયા.

બંધારણનું અંગ?


(૧) બેરુબારી કેસ, ૧૯૬૦ - નથી
(૨) કેશવાનંદ ભારતી કેસ, ૧૯૭૩ - છે
(૩) એસ. આર. બોમ્માઈ - છે

- ન તો વિધાનમંડળની શક્તિનો સ્ત્રોત કે ન શક્તિને સીમિત કરે.
- બિન-દાવાપાત્ર

જોડાયેલ ચુકાદાઓ

(૧) સજ્જનસિંહ કેસ, ૧૯૬૪ - બંધારણની વિશેષતાઓનો નિચોડ
(૨) ગોલકનાથ કેસ, ૧૯૬૭ - બંધારણનો મૂળ આત્મા, શાશ્વત, અપરિવર્તનીય
(૩) LIC કેસ, ૧૯૯૫ - આમુખ અને સમાનતાનો સિદ્ધાંત બંધારણનો અભિન્ન ભાગ

- સ્વતંત્રતા - વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના
- સમાનતા - દરજ્જા અને તકની (નાગરિક, રાજનૈતિક અને આર્થિક આયામો)
- બંધુતા - વ્યક્તિની ગરિમા અને એકતા અને અખંડિતતા (અખંડિતતા શબ્દ ૪૨મો સુધારો, ૧૯૭૬, સાથે બિન-સાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો પણ જોડાયેલ) (રાષ્ટ્રીય અખંડિતતા મનોવૈજ્ઞાનિક અને ભૌગોલિક આયામોનો સમાવેશ)

ડિસેમ્બર ૧૩, ૧૯૪૬ ના રોજ નેહરુ દ્વારા રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આધારિત, જે નીચે મુજબ છે
(૧) તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના
(૨) લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો અને કચડાયેલાં અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ
(૩) વિશ્વમાં ભારતનું હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું
(૪) ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવો.

સ્વીકાર - જાન્યુઆરી ૨૨, ૧૯૪૭

અંતિમ રૂપનો સ્વીકાર - નવેમ્બર ૨૬, ૧૯૪૭


આમુખ પરથી મળતી માહિતી
(૧) બંધારણના અધિકારનો સ્ત્રોત
(૨) ભારતની પ્રકૃતિ
(૩) બંધારણનો ઉદ્દેશ્ય
(૪) બંધારણ સ્વીકાર થયાની તારીખ



(અત્યાર સુધીમાં આમુખમાંથી આવેલ પ્રશ્નો અને સંભવિત પ્રશ્નોને ધ્યાનમાં રાખીને લખેલ છે.

એક પ્રશ્ન તો પ્રાથમિક પરિક્ષામાં હોય ને હોય જ છે.

આનાથી બહારનો પ્રશ્ન સંભવતઃ ના આવી શકે



Credit.GPSC_StudyZone