Get Mystery Box with random crypto!

Yuvirajsinh Jadeja: * ફાધર્સ ડે – પિતૃદિન * | જ્ઞાન સારથિ

Yuvirajsinh Jadeja:

* ફાધર્સ ડે – પિતૃદિન *

* યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

* ખબર નથી પડતી કે આજકાલ કેવા કેવા દિવસો ઉજવવાનો સમય આવી ગયો છે...આ પશ્ચિમી સંસ્કૃતિ ની જ દેન હોય..*
* જયા માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ:*
* ની સંસ્કૃતિ હોય ત્યાં આવા દિવસો ની શી જરૂર?*

* હું યુવરાજસિંહ જાડેજા મારું સ્પષ્ટ પણે માનવું છે કે.. માતાપિતા ના દિવસ ના હોય.. માતાપિતા છે તો આપણા દિવસ છે.. *

* પરંતુ આજે મને પિતાજી પર કંઇક લખવાનો રૂડો અવસર મળ્યો છે. ..કેમ કે આ જગતમાં બીજા બધા પર બહુ બધું લખવા મા આવ્યું છે...*

*મને પણ આજે પિતાજી વિશેના વિચારો વ્યક્ત કરવા મળશે....*

* આપણા ગુજરાતી સમાજમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે, કહેવાયું છે. કવિઓએ મુકતકંઠે એમનાં ગુણગાન ગાયાં છે. પણ પિતા વિષે બહુ આોછું લખાયું છે. એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજમાં ઓછું અંકાયું છે. દરેક વ્યકિતને મન અને હૈયે મા અને બાપનું મૂલ્ય સરખું જ હોય છે. આપણા પૂર્વજોએ યુગોથી માતા અને પિતાને એકસરખું મહત્ત્વ આપતાં ગાયું છે, ‘ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ…’માતાને વંદન ઘટે એમ પિતાને પણ વંદન ઘટે.*

* મા આજ સુધી ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી એટલે બાળકને માના સંપર્કમાં આવવાનું વધું બનતું. બાળકને મન મા એજ સર્વસ્વ હતી.*

* મા પોતાનાં સંતાનોની પૂરી કાળજી લેતી એટલે બાળકોને મન માજ એનું સર્વસ્વ બની રહેતું. બાપ રોટલો રળવા આખો દિવસ બહાર રહેતો એટલે એના બાળકોના સંપર્કમાં એ આોછો આવતો. ભલે કહેવાય કે ‘મા એટલે મા, બીજા બધા વગડાના વા.’ કવિઓએ ભલે મુકત કંઠે ગાયું કે ‘જનનીની જોડ જગે નહિ જડે રે લોલ.’ સાચી વાત છે કે માની જોડ સારાય વિશ્વમાં કયાંય ન મળે. પણ બા જટલાં જ પ્રેમ અને મમતા બાપને હૈયે પણ હોય છે.*

* કોઇ ભલે મજાકમાં કહેતું કે ‘બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, વાસ્તવમાં માને સંતાન માટે જેટલાં પ્રેમ, મમતા અને લાગણી હોય છે એટલાં બાપને કદાચ નથી હોતો.* એનું કારણ આપણી સમાજ વ્યવસ્થા છે. બા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. બાપ એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે.

* કેટલાક એવા બાપ પણ હોય છે જે પોતાનાં સંતાનોના સુખ માટે પોતાના સુખની અને જીવનની કુરબાની આપે છે. નાનપણમાં જે બાળકની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને મા અને બાપ બંનેનાં અવિરત પ્રેમ અને સાથ બાપ આપે છે. સારાય વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે. પરિણામે મધર્સ ડે જેટલો જ મહત્વનો ફાધર્સ ડે છે. ફાધર્સ ડેની ઉજવણી બાપ પ્રત્યેનાં સંતાનોના પ્રેમ, લાગણી અને દેખભાળને નવાજવાના ઉત્તમ વિચારમાંથી અસ્તિત્વમાં આવી હતી.*

* અમેરિકામાં ફાધર્સ ડેનો આરંભ કયારે થયો એ વિષે જુદાં જુદાં મંતવ્યો છે. કેટલાકને મતે એનો આરંભ ૧૯૦૮માં વેસ્ટ વર્જિનિયામાં ચર્ચની પ્રાર્થનાથી થયો હતો. કેટલાકના મતે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના વેનકુવર શહેરમાં એનો આરંભ થયો હતો. ત્રીજા મત પ્રમાણે શિકાગોના લાયન્સ કલબના પ્રમુખ હેરી મીકના જન્મ દિનના નજીકના દિવસે ૧૯૧૫ના જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવેલ. પરંતુ હકીકત એ છે કે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકાનેમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડેએ (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડેનો આરંભ કર્યો હતો.*

* એમના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા.* એમનાં પત્ની મિસિસ સ્માર્ટે એમના છઠ્ઠા બાળકને જન્મ આપી એમનાં છ બાળકોની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ. સ્માર્ટને હવાલે સોંપી. આ સંસારમાંથી પત્નીએ વિદાય લેતાં એ એકાકી વિધુર બાપે માવિહોણા છ બાળકોને માની જરાકે ખોટ ન પડવા દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે જે રીતે ઉછેર્યાં. એનું મહત્ત્વ મોટી ઉમરે મિસિસ સોનોરા ડોડને સમજાયું હતું. *એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’ વિષે પાદરીની વાત સાંભળતાં એમના પિતાના બલિદાન અને પરિશ્રમની કદર કરવા અને દરેક પિતાને સન્માનવા અને બહુમાન કરવા ફાધર્સ ડે ઉજવવાની હિમાયત કરી.*

* વિલિયમ જેકસન સ્માર્ટ જેવા પિતાનું સન્માન કરવા સ્પોકાનેના ચર્ચના પાદરી સમક્ષ એમના પિતાના જન્મ દિને એટલે કે જૂન પના રોજ ફાધર્સ ડે તરીકે ઉજવવા વિનંતિ કરી. પણ એ દિવસ સુધી પૂરતી તૈયારી ન થતાં જૂન ૧૮, ૧૯૦૯ના રોજ ચર્ચમાં ફાધર્સ ડે સર્વિસ રાખવામાં આવી. એ પછી મિસિસ સોનોરા બી ડોડેના પ્રયાસથી અને વૉશિંગ્ટન પાદરી એસોશિએશન અને તેમની ય્મ્ચ્અ, સંસ્થાના સહકારથી જૂન મહિનાના ત્રીજા રવિવારે જૂન ૧૯, ૧૯૧૦ના રોજ સ્પોકાનેમાં ફાધર્સ ડે ઉજવી પહેલ વહેલાં ફાધર્સના જાહેર સન્માનનો આરંભ કર્યો. ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયો