Get Mystery Box with random crypto!

માં ફેલાતી ગઇ. ૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સને આ પ્રથાને અપના | જ્ઞાન સારથિ

માં ફેલાતી ગઇ. ૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સને આ પ્રથાને અપનાવી. ૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાનું નકકી કર્યું. ૧૯૬૬માં પ્રેસિડન્ટલિન્ડન જહોન્સને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના ખરડામાં સેનેટમાં સહી કરી ત્યારથી દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે.*

* ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી. અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં આવે છે. પિતા પ્રત્યેના પ્રેમને વાચા આપતા અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે. ચર્ચમાં પિતા માટે ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાય છે. સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે અથવા ઘર પાછળના યાર્ડમાં બાર્બેકયુની લહેજત સહકુટુંબ સાથે માણે છે. ‘હેપી ફાધર્સ ડે’ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતા અને સારું કુટુંબ ધન્યતા અનુભવે છે. પિતા પ્રત્યેનાં પ્રેમ, લાગણી, આદર અને આત્મીયતા પ્રગટ થતાં કુટુંબનાં સર્વ સભ્યો માટે આ એક ભવ્ય અને મહત્વપૂર્ણ દિન બની જાય છે. ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પ્રસરતી ગઇ.*

*પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું મોટું અને આદરણીય છે. કુટુંબનો એ મોભ છે. મોભ તૂટી પડતાં ઘર તૂટી પડે છે એમ પિતા વિનાનું કુટુંબ તૂટી પડે છે, વેર વિખેર થઇ જાય છે. પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ પિતા તરીકે ભાગ ભજવ્યો હોય તે સૌનું ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે. આ વર્ષે ફાધર્સ ડે જૂનની ૧૮ તારીખે છે.*

* ફાધર્સ ડે વિષે વિચારતાં મારા પૂજય પિતાજી મને યાદ આવી જતાં એ મારી આંખ સામે રમી રહે છે. કેવા નમ્ર, મહેનતુ, સેવાભાવી, પરગજુ અને મા આશાપુરા માતાજી ના એ ભકત ! પૂજાપાઠ કરતા રહ્યા અને ખૂબ પરિશ્રમ કરી કુટુંબનું ભરણપોષણ કરતા અમને ત્રણે ભાઈઓને ભણાવ્યા, કોઈને એન્જિનિયર તો કોઈને નોકરી માટે કાબેલ બનાવ્યા. ધન્ય છે એ પિતાને!*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial