Get Mystery Box with random crypto!

Yuvirajsinh Jadeja: * આઈ લવ યુ પપ્પા !!! હેપી ફાધર્ | જ્ઞાન સારથિ

Yuvirajsinh Jadeja:

* આઈ લવ યુ પપ્પા !!! હેપી ફાધર્સ ડે !*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial

* આજે જેમના હાથ ધ્રૂજે છે , એ હાથોએ જ મારી આંગળી પકડીને મને દુનિયા બતાવી છે !*

* આજે જે આંખોનું તેજ વિલાઈ ગયું છે, એ જ આંખો મને દુરથી આવતા જોઇને હસી ઊંઠતી હતી !*

* આજે જે ખુરશી પર બેઠા છે, એ મારી સાથે કઈ કેટલીય વાર પકડદાવ રમતા હતા !*

* આજે જેમની જીભ બોલતા થોથવાય છે, એમણે મને મનાવવા સુંદર બાળગીતો ગાયાં છે !*

* આજે જે કશું સાંભળી નથી શકતા , એ એમનું નામ મારી કાલી કાલી બોલીથી સાંભળવા બહુ તડપ્યા છે !*

* આજે મારે તમને કહેવું છે પપ્પા : મને એ વાતનો ગર્વ છે કે મારી નસોમાં તમારું લોહી વહે છે !*
આઈ લવ યુ પપ્પા

* ઓશોનું એક અદ્દભુત વાકય છે: ' જે ઘડીએ એક બાળકનો જન્મ થાય છે, તે જ ઘડીએ એક માતા પણ જન્મે છે. બાળકના જન્મ પહેલાં એક સ્ત્રીનું અસ્તિત્વ હતું, પણ માતાનું તો નહીં જ!' રજનીશ જ વિચારી શકે એવા આ અર્થસભર વાક્યમાં એક જ વસ્તુ ઉમેરવાનું મન થાય છે અને તે એ કે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે એક પિતાનો પણ જન્મ થાય છે. એ પણ પુરુષ માંથી પિતા બને છે! *

* પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીને થતા અન્યાયની કોઈ ખોટ નથી . ગણ્યા ગણાય નહીં , વીણ્યા વીણાય નહીં એવા પરોક્ષ અને સૂક્ષ્મ અન્યાયો સ્ત્રીને જીવનના દરેક તબ્બકે થતા જ રહે છે. પરંતુ આ એક બાબતમાં કદાચ પુરુષોને વધુ અન્યાય થયો છે.*

* આપણા પ્રાચીન ગ્રંથો , આપણું સાહિત્ય , આપણી કળા, આપણી ધાર્મિક કથાઓએ માતૃત્વનો મહિમા તો ખૂબ કર્યો , જે સર્વથા યોગ્ય જ છે, પરંતુ એના અતિઉત્સાહમાં પિતાનો પ્રેમ થોડો નજરઅંદાઝ થયો હોય એવું નથી લાગતું ???*

* કૃષ્ણજન્મની કથા કોણે નહીં સાંભળી હોય ? કંસની જેલમાં દેવકી -વાસુદેવના સાત -સાત બાળકોની જન્મતાંની સાથે જ કંસ દ્વારા ક્રૂર હત્યા થાય છે. આઠમા બાળક, કૃષ્ણને જન્મતાંની સાથે જ કંસથી બચાવીને ગોકુળ પહોંચાડવાના છે. કૃષ્ણને જન્મ આપનારી માતા દેવકી અને પાલન કરનારી માતા યશોદાનાં ગુણગાન તો ઘણાં ગીતો, ભજનો , ગરબામાં ગવાયાં પણ જરા વિચાર કરો ! સાત -સાત બાળકોના મૃત્યુ પછી જન્મેલા આઠમા બાળકને કાળી - અંધારી રાત્રે , વરસતા વરસાદથી તોફાની બનેલી યમુના નદી ઓળંગીને સામે પાર નંદ - યશોદાની સોડમાં સોંપતી વખતે પિતા વાસુદેવ ઉપર શું નહીં વીત્યું હોય ? *

* એ ઘડીએ પિતા વાસુદેવના હૃદયમાં થતો વલોપાત કદાચ એ રાતના યમુનાના તોફાન કરતાંય વધુ હશે .*

* મારું તો માનવું છે કે દરેક સંવેદનશીલ પિતામાં એક માતા સંતાયેલી હોય છે.*

* કન્યાના વિદાયની ઘડીએ આ માતૃત્વ એની ચરમસીમા પર પહોંચે છે. ' જે પુરુષ રડે તે બાયલો' , એવા સ્ટિરિયોટાઈપ સમાજના નિયમને બે ઘડી પૂરતો બાજુએ મૂકી એ રડતા પિતામાં માતૃત્વ છલકાઇને આંખો દ્વારા વહી નીકળે છે.*

* બાપ- દીકરીનો સંબંધ જગતના સૌથી સુંદર સંબંધમાંનો એક છે. આ વાત સમજવા બેનઝીર ભુટ્ટોની આત્માકથા ' ડોટર ઓફ ધ ઇસ્ટ' વાંચવી રહી કે પછી સરદારનાં પુત્રી મણિબહેનની ડાયરીનાં પાનાં ઉથલાવવાં રહ્યાં કે પછી ઇન્દિરા અને પંડિત નેહરુ વચ્ચેનો સુંદર પત્ર -વ્યવહાર વાંચવો રહ્યો!*

* ધૂમકેતુની ઉત્તમોત્તમ વાર્તા ' પોસ્ટ ઓફિસ ' ના કલ્પિત પિતા અને પુત્રી , કોચમેન અલી ડોસો તથા દીકરી મરિયમને કેમ ભૂલાય ?*

* જેમના ' મેન્ટલ ડિવોર્સ' થઇ જ ચૂક્યા છે એવાં દંપતી ઘણી વાર માત્ર બાળકો ખાતર જિંદગીભર સાથે જિંદગી ઘસડતાં હોય છે. બે દુઃખી લોકો એક છત નીચે સારાં પેરન્ટસ બની શકે કે પછી સમજીને જુદા થયેલાં બે જણાં જુદી જુદી છત નીચે બાળકને સારી રીતે ઉછેરી શકે એ વિચારવા જેવો પણ અઘરો પ્રશ્ન છે. આ વિષય પર બનેલી, સિત્તેરના દાયકાની એક ઉત્કૃષ્ટ હોલીવૂડ ફિલ્મનું નામ છે: ' ક્રેમર વર્સીસ ક્રેમર ' . એક પતિ- પત્ની છૂટાં પડે છે . માતા ( મેરિલ સ્ટ્રિપ ) પોતાનાં સ્વપ્નો પૂરા કરવા અને પગભર થવા થોડો સમય માટે નાના બાળકની બધી જવાબદારી પિતા ( ડસ્ટીન હોફમેન ) પર નાખી અચાનક ચાલી જાય છે. એક બેજવાબદાર વ્યક્તિમાંથી એ કઈ રીતે જવાબદાર પિતા બને છે એની આંખ ભીજવે એવી આ વાર્તા છે. બાળકની કસ્ટડી માટે કોર્ટમાં પતિ - પત્ની વચ્ચે કેસ ચાલે છે, ખરી -ખોટી આક્ષેપબાજી ચાલે છે. આખરે માતા હોવાને નાતે પત્ની કેસ જીતે છે . બીજે દિવસથી જ બાળક માતાને સોંપવાનો કોર્ટ આદેશ આપે છે. પરંતુ આખાય કોર્ટ -કેસ દરમિયાન પત્ની જુએ છે કે એનો એક્સ હસબન્ડ હવે કેટલો સુંદર પિતા છે ! અને છેલ્લે, કોર્ટમાં કેસ જીતવા છતાંય એ માતા પોતાનો દીકરો પિતાને સોંપે છે. કોર્ટ કેસમાં માતા જીતે છે, પણ પિતાના પ્રેમ આગળ માતા ઝૂકે છે- કાવ્યમય અંત ! આ જ ફિલ્મ પરથી બનેલી હિન્દી ફિલ્મ ' અકેલે હમ, અકેલે તુમ ' પણ એટલી જ સંવેદનશીલ ફિલ્મ છે.*

આજે છે ફાધર્સ ડે ! દરેક ફાધર્સ ડે અથવા મધર્સ ડે ને દિવસે એક વસ્તુ ચોક્કસ વાંચવા / સાંભળવા મળે . ' આપણ