Get Mystery Box with random crypto!

વાંસળી, વાયોલા, હોર્ન, ઓલ્ટો હોર્ન* * ટેનોર સાધનોઃ ટ્રોમ્બોર્ | જ્ઞાન સારથિ

વાંસળી, વાયોલા, હોર્ન, ઓલ્ટો હોર્ન*

* ટેનોર સાધનોઃ ટ્રોમ્બોર્ન, ટેનોર સેક્સોફોન, બાઝ ટ્રમ્પેટ*

* બારિટોન સાધનોઃ બાસૂન, ઇન્ગલિશ હોર્ન,*
* બારિટોન સેક્સોફોન, બારિટોન હોર્ન, બાઝ ક્લેરનેટ, સેલો, યુફોનિયમ, બાઝ ટ્રોમ્બોને*

* બાઝ સાધનોઃ કોન્ટ્રા બાસૂન, બાઝ સેક્સોફોન, ડબલ બાઝ, ટ્યુબા.*

* કોન્ટ્રાબાઝ સાધનોઃ કોન્ટ્રાબાઝ સેક્સોફોન, કોન્ટ્રાબાઝ બ્યુગલ*

કેટલાંક સાધનોનું વર્ગીકરણ એક કરતાં વધારે શ્રેણીમાં કરવામાં આવે છે. દા. ત. સેલોનો સમાવેશ ટેનોર અથવા તો બાઝ સાધન તરીકે કરી શકાય. તેનો આધાર તે સંગીતનાં ટુકડામાં કેવી રીતે બંધ બેસે છે તેના ઉપર રાખવામાં આવે છે. તેવી જ રીતે ટોમબોનનો સમાવેશ ઓલ્ટો, ટેનોર અથવા બાઝ સાધનની શ્રેણીમાં કરી શકાય અને ફ્રેન્ચ હોર્નનો સમાવેશ બાઝ, બારિટોન, ટેનોર અથવા ઓલ્ટોની શ્રેણીમાં કરી શકાય. તેનો આધાર તે કઈ રેન્જ ઉપર વાગે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

* સંગીતનાં સાધન ની બનાવટ કે તેનો ઉપયોગ*
* સંગીતનાં સૂરો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે જોઇએ તો જે વસ્તુ અવાજ ઉત્પન્ન કરી શકે છે તેને સંગીતનાં સાધન તરીકે ગણાવી શકાય. સંગીતનાં સાધનોનો ઇતિહાસ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી શરૂ થયો છે તેમ ગણાવી શકાય. સંગીતનાં સાધન ઉપર કરવામાં આવનારા અભ્યાસને ઓર્ગેનોલોજી તરીકે ઓળખવામાં આવે છે.*

* સંગીતનું પ્રથમ સાધન કયું તે અંગે અનેક વિવાદાસ્પદ વાતો છે. પ્રથમ સંગીતનું સાધન અંદાજે 7,000 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ સાધનને 37,000 વર્ષ જૂની વાંસળી સાથે સરખાવવામાં આવે છે. જોકે, મોટાભાગના ઇતિહાસકારો એમ માને છે કે સંગીતનાં પ્રથમ સાધનની શોધ ક્યારે થઈ તે અંગે ચોક્કસપણે જણાવી શકાય નહી કારણ કે સંગીતનાં દરેક સાધનની વ્યાખ્યા અલગ-અલગ છે.*

* વસતી ધરાવતા દુનિયાના વિવિધ પ્રાંતોમાં સંગીતનાં સાધનો સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવ્યા છે. જોકે, જેમ-જેમ માનવ સંસ્કૃતિઓનો વિકાસ થતો ગયો તેમ-તેમ દરેક સંસ્કૃતિએ જે જગ્યાનાં મૂળ સાધનો હતાં તેનાથી દૂરના પ્રાંતનાં સાધનો અપનાવ્યા. મધ્યકાલિન યુગનાં મેસોપોટેમિયાનાં સાધનો તમે મલય દ્વિપસમૂહની સંસકૃતિમાં જોઈ શકો છો અને યુરોપીયનો ઉત્તર અમેરિકાનાં સાધનો વગાડતાં હતાં. અમેરિકામાં વિકાસ ધીમી ગતિએ થતો હતો, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાની સંસ્કૃતિમાં સંગીતનાં સાધનોનું આદાન-પ્રદાન અને વહેંચણી થતી હતી.*

સંગીતનું પ્રથમ સાધન કોણે અને ક્યારે શોધ્યું તે અંગેનું સંશોધન કરતાં કરતાં સંશોધનકારોને વિશ્વના ઘણા ભાગોમાંથી સંગીતનાં સાધનોના પુરાતત્વ વિષયક પુરાવાઓ હાથ લાગ્યા છે. કેટલાક લોકોને 67,000 વર્ષ જૂનાં સાધનો હાથ લાગ્યાં છે પરંતુ તે સંગીતનાં જ સાધનો છે કે કેમ તે અંગે અનેક વિખવાદો છે. એક બિંદુ ઉપર લોકો એકત્રિત થયા છે અને એમ માનવામાં આવે છે કે સંગીતનું પ્રથમ સાધન 37,000 વર્ષ કે તેના કરતા વધારે જૂનું છે. આ સાધનને આર્ટિફેક્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ સાધન ટકાઉ કાચા માલમાંથી અને ટકાઉ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે તેના કારણે તે આટલાં વર્ષો સુધી ટકી રહેવા પામ્યું છે. અત્યાર સુધી જે નમૂનાઓ મળ્યા છે તેમને અખંડનક્ષમ રીતે સંગીતનાં જૂનામાં જૂનાં સાધન તરીકે ન ગણાવી શકાય.

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial