Get Mystery Box with random crypto!

Yuvirajsinh Jadeja: *મિત્રો પૂરો લેખ વાંચજો અને બીજા ને પણ મોક | જ્ઞાન સારથિ

Yuvirajsinh Jadeja:
*મિત્રો પૂરો લેખ વાંચજો અને બીજા ને પણ મોકલીને જાગૃત કરજો*

* વિદેશી સંગીતના ઘોંઘાટમાં ભારતીય શાસ્ત્રીય સંગીત દબાઈ ગયું*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
* આજની પેઢી માટે સંગીત એટલે રોક, પાપ, જૅઝ વગેરે પણ એક જમાનો એવો હતો જ્યારે તાનસેન રાગરાગિણીઓ છેડતા અને વાતાવરણ બદલાઈ જતું.*
* તેઓ મલ્હાર રાગ ગાતા અને આકાશમાં વાદળોની ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસવા લાગતો.*
એક સમયે તાનસેન દીપક રાગ ગાયો અને એમના રોમ રોમમાં અગન બળતરા થવા લાગી હતી. આ બળતરાથી વ્યાકુળ થઈ ગયેલા સંગીત સમ્રાટ તાનસેન માટે એક એક શ્ર્વાસ લેવો ભારે થઈ ગયો હતો.

* એવામાં એમને જાણવા મળ્યું કે ગુજરાતના વડનગરની બે બહેનો તાનારીરી સંગીતમાં નિપુણ છે અને આખા ભારતવર્ષમાં એકમાત્ર એ બે બહેનોમાં જ એટલી ક્ષમતા છે કે તેઓ પોતાના ગાયનના માધ્યમથી દિપક રાગથી દાઝેલી વ્યક્તિની બળતરા ઓછી કરે. *

* ભારતના સંગીત સમ્રાટ તાનસેન માટે આટલી જાણકારી પૂરતી હતી. તેઓ એક ઘડીનો પણ વિલંબ કર્યા વિના વડનગર પહોંચી ગયા હતા અને તાનારીરીના ઘરે જઈ પહોંચ્યા હતા. અહીં એમની ખૂબ ઉમળકાભેર આગતાસ્વાગતા કરવામાં આવી હતી અન્ો ત્યારબાદ સંગીતજ્ઞ બહેનો તાનારીરીએ તાનસેન પર થયેલી દીપક રાગની બળતરા ઓછી કરવા માટે મલ્હાર રાગ છેડ્યો હતો. એમના કંઠમાંથી મલ્હાર રાગના સુર વહેતાંની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડી જ ક્ષણોમાં વાદળ મન મુકીને વરસી પડ્યાં હતાં. *

* વરસતા વરસાદમાં તાનસેનની બળતરા અલોપ થઈ ગઈ હતી. તેઓ તાનારીરીના સંગીતના જ્ઞાનથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા અન એમણે તાનારીરીને એવા આશીર્વાદ આપ્યા હતા કે ભારતવર્ષમાં સંગીતની દુનિયામાં એમનું નામ રોશન થશે. આ વાત આજે અક્ષરશ: સાચી પડી છે.* ભારતમાં તાનસેન ની પહેલાં અેના પછી અનેક નામી સંગીતકારો થઈ ગયા છે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનો વિશ્ર્વના ફલક સુધી પહોંચાડ્યું છે.

* સંગીતની અસરથી જગતને વાકેફ કરનારા ભારત દેશમાં સંગીતની મદદ થકી સ્વાસ્થ્યપ્રદ રહેવાનો પ્રયોગ આમ તો કંઈ નવો નથી, પરંતુ વચ્ચે એક સમયગાળો એવો આવી ગયો કે જ્યારે લોકો ભારતીય શાસ્ત્રીય સંગીતનો વીસરી ગયા હતા અથવા એકમ કહીએ કે વિદેશી સંગીતના ઘોંઘાટમાં ભારતીય શાસ્ત્રીય સંગીત દબાઈ ગયું હતું. હવે સમયમાં બદલાવ આવ્યો છે. જો કે આજે પણ નવી પેઢીને તો પશ્ર્ચિમી સંગીતનું જ વળગણ છે, પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા લોકો આપણા શાસ્ત્રીય સંગીતનો જિવાડવાનો સફળ પ્રયત્ન કરી રહૃાા છે.*
અરે! અમુક લોકોએ તો શાસ્ત્રીય સંગીતના આધારે વિવિધ રોગોની સારવાર કરવાનું શરૂ કર્યું છે અને એમાં એમને સફળતા પણ મળી છે. હવે તો રશિયા, કેનેડા અને અમેરીકા જેવા પ્રગતિશીલ દેશોએ પણ ભારતની પ્રાચીન સંગીત ચિકિત્સા પદ્ધતિ અપનાવી છે અને આ દિશામાં વિવિધ સંશોધનો પણ કર્યાં છે.

* આમ તો ભારતનાં વિવિધ રાજ્યોમાં મ્યુઝિક થેરપી વડે દર્દીઓને વિવિધ રોગોમાં સારવાર આપવામાં આવે જ છે અન્ો ગુજરાત પણ એમાંનું જ એક રાજ્ય છે. ભારતીય સંગીતમાં એટલી તાકાત છે કે એના સાત સ્ાૂરોની કારીગરીથી ભલભલા રોગો ભાગી છૂટે છે. આ સાબિત થયેલી વાત છે. આમ તો તમામ પ્રકારના હઠીલા રોગોની સારવાર માટે મ્યુઝિક થેરાપી કારગત નીવડી છે, પરંતુ માનસિક રોગોની સારવાર કરવામાં આ મ્યુઝિક થેરપી ખૂબ ઉપયોગી છે.*

* હાઈપર ટેન્શન, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા જેવા રોગોમાં મ્યુઝિક થેરપીથી ખૂબ ફાયદો થાય છે. આવા હઠીલા માનસિક રોગોથી મુક્તિ મેળવવા માટે વર્ષો સુધી એલોપથીની દવાઓ કરાવ્યા બાદ પણ દર્દીન્ો ફાયદો થતો નથી, પરંતુ આવા દર્દીઓ મ્યુઝિક થેરપીનો ઉપયોગ કરે તો એમન્ો જરૂર ફાયદો થાય છે.*

સંગીત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર નયન વૈષ્ણવે મહામૃત્યુંજય મંત્રનો એવી રીતે સંગીતબદ્ધ કર્યો છે કે સાંભળનાર દર્દીને એનાથી ભલભલા રોગમાં રાહત મળે છે. વિદેશમાં પણ એમની નોંધ લેવામાં આવી છે. આજે તો તેઓ માત્ર ગુજરાતનાં વિવિધ શહેરોમાં જ મ્યુઝિક થેરપીથી દર્દીઓને સારવાર આપે છે,

* સંગીતના વિવિધ રાગ, મહામૃત્યુંજય મંત્ર મ જ યોગવિદ્યાના સમન્વયથી એક રાગ અમૃત ત્ૌયાર કરવામાં આવ્યું છે. વિવિધ રોગ અને એની ગંભીરતા જાણ્યા બાદ આ રાગ અમૃત થકી દર્દીન્ો રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. વ્યક્તિનો રોગ જાણ્યા બાદ એન્ો યોગની મુદ્રામાં બ્ોસાડવામાં આવે છે. એ પછી એને આલ્ફા તરંગમાં લઈ જવામાં આવે છે જેથી દર્દીનું શરીર સંગીત તેમ જ મંત્રોન્ો વધુમાં વધુ પ્રમાણમાં ગ્રહણ કરી શકે અાને તેની વધુમાં વધુ અસર થાય.*

મ્યુઝિક થેરપીમાં રાગરાગિણીઓ જ મહત્ત્વની છે. આમ છતાં એમાં મૃત્યુંજય મંત્રનું સંમિશ્રણ કરવાથી વિશેષ લાભ મળે છે. આ મંત્ર અાને સંગીતની સાથે દુર્લભ એવા એના બીજ મંત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહા મૃત્યુંજય