Get Mystery Box with random crypto!

મંત્રનું માહાત્મ્ય અનેરું છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રન | જ્ઞાન સારથિ

મંત્રનું માહાત્મ્ય અનેરું છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી માણસ ક્યારેય કમોતે મરતો નથી. એનું જીવન સ્વસ્થ અને દીર્ઘાયુ હોય છે. જો આ મંત્રનો શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગરાગિણીઓ સાથે વિશેષ પ્ર

કારે દર્દી સમક્ષ રજૂ કરવામાં આવે તો એનો વિશેષ ફાયદો થાય જ છે.

* અલગ અલગ રોગોમાં અલગ અલગ રાગ પર આધારિત મૃત્યુંજય મંત્રનો સંગીતબદ્ધ કરીને એનાં વિવિધ રોગના દર્દીઓ સમક્ષ અસરકારક રીત રજૂ કરવામાં આવે છે.*

* કુંતીએ પણ આ મંત્રજાપ સાથે બાળકોનો જન્મ આપ્યો હતો. જો કે નવી પેઢીનાં યુવકયુવતી એવો વિચાર જરૂર આવે કે સતયુગમાં આ મંત્રની તાત્કાલિક અની નોંધપાત્ર અસર થતી હોય તો આજે કેમ એ અસર દેખાતી નથી. એમના મનમાં ઊઠતો આ સંશય સાવ ખોટો પણ નથી.*

* જો ઉચિત સ્થાન પર યોગ્ય દિશામાં બેસીને શ્ર્વાસના ઉચિત આરોહ-અવરોહ સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો એની ધારી અસર થાય જ છે. ખાસ કરીને જે સ્ત્રી ગર્ભવતી હોય એમના માટે આ મ્યુઝિક થેરપી ખૂબ ઉપયોગી છે.*
* જ્યારે અભિમન્યુ સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે સુભદ્રાએ સાત કોઠાના ચક્રવ્યૂહની કથા સાંભળી હતી. જે ગર્ભમાં રહેલા અભિમન્યુએ પણ સાંભળી હતી અને એથી જ એ છ કોઠાનો ચક્રવ્યૂહ જન્મ પહેલાં જ સમજી ચૂક્યો હતો, પરંતુ સાતમા કોઠાની કથા સાંભળતી વખતે સુભદ્રાને ઝોકું આવી જતાં અભિમન્યુ સાતમા કોઠાનો ભેદ સાંભળી શક્યો નહોતો. જેને કારણે યુદ્ધમાં સાતમા કોઠામાં પહોંચ્યા બાદ એને બહાર નીકળવાનો રસ્તો ના સુઝતાં એનું મૃત્યુ થયું હતું.*

આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત ગણી શકાય એમ છે. આજે પણ જો ગર્ભસ્થ શિશુને સારા સંસ્કાર આપવામાં આવે તો એ જરૂરથી એ ગ્રહણ કરે છે. ખાસ કરીને ગર્ભસ્થ શિશુનો મધુર સંગીત અને રાગરાગિણીઓ સંભળાવવામાં આવે તો એના વિકાસમાં ઑજરૂર ફાયદો થાય છે. ત્રીજા મહિનાથી ગર્ભવતી મહિલાને મ્યુઝિક થેરપી આપવાની શરૂઆત કરવામાં આવે છે. જેને કારણે ગર્ભવતી સ્ત્રી સિઝેરિયનથી બચી જાય છે અને એની નોર્મલ ડિલિવરી થાય છે.

*' જોગિયા, મલ્હાર, ભૈરવી અેના દરબારી જેવા રાગો માત્ર સાંભળવા પૂરતા જ મર્યાદિત નથી, પરંતુ દર્દીના ઓપરેશન બાદ સાજા થવામાં તેમ જ બીમારી અટકાવવામાં મદદરૂપ થાય છે. સંગીતની આ અસર હવે ઘણી હોસ્પિટલ અના ક્લિનિક્સમાં પણ જોવા મળે છે. જ્યાં મંદ અવાજમાં હળવું સંગીત વાગતું હોય છે.*
*મ્યુઝિક થેરપીથી દર્દીઓને રાહત આપનારા થેરપિસ્ટોએ કેટલાક રાગોના વિવિધ રોગ મટાડવા માટે પસંદ કર્યા છે.*

* જેમાં રાગ ભૈરવી અસ્થમા, શરદી અને અનિદ્રા જેવા રોગ મટાડી શકે છે.*
* રાગ મલ્હાર, સોરઠ અને જયજયવંતી માનસિક તાણ દૂર કરી શકે છે. રાગ સારંગથી માથાનો દુ:ખાવો દૂર કરી શકાય છે. જ્યારે રાગ દરબારી સાંભળવાથી હૃદય સંબંધી રોગોનું નિવારણ થાય છે. પેટના રોગો માટે રાગ પંચમ અને યાદશક્તિ વધારવા માટે રાગ શિવરંજની ખૂબ મદદરૂપ થાય છે.* સંતાનસુખની પ્રાપ્તિ માટે તમ જ સ્વસ્થ બાળકના જન્મ માટે પણ મ્યુઝિક થેરપી ઉપયોગી છે.

* હવે કેટલીક સરકારી હોસ્પિટલોમાં પણ મ્યુઝિક થેરપી શરૂ કરવામાં આવી છે. પટનાની જેલમાં પણ મ્યુઝિક થેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ સવારે છથી સાડાસાત વાગ્યા દરમિયાન ધાર્મિક અને સાંજે છથી સાત વાગ્યા દરમિયાન દેશભક્તિનાં ગીતો વગાડવામાં આવે છે. આ પ્રયોગથી કેદીઓની વર્તણૂકમાં સકારાત્મક અસર જોવા મળી છે.*

* સંગીતના વિવિધ રાગોથી દીપક પ્રજ્વલિત થાય અને મલ્હાર રાગથી વરસાદ વરસે એવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ આજે શાસ્ત્રીય રાગો અને સુગમ સંગીતની મદદથી સારવાર થતી આપણે જોઈ અેને અનુભવી શકીએ છીએ.*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial