Get Mystery Box with random crypto!

Yuvirajsinh Jadeja: * નીતિનભાઈ પટેલ * | જ્ઞાન સારથિ

Yuvirajsinh Jadeja:

* નીતિનભાઈ પટેલ *

* યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

*શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે છે. તે ઉપરાંત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ જેવા વિભાગના કેબિનેટમંત્રી તરીકેની જવાબદારી પણ તેઓશ્રી સંભાળે છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવાનની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી ના એક સંનિષ્ઠ કાર્યકર પણ છે.*

* ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના "વૈશ્વિક સ્તરે ભારત "ના સ્વપ્ન પરત્વે "સૌનો સાથ સૌનો વિકાસ " વિચારમંત્રને શ્રી નીતિનભાઈ પટેલે પૂર્ણરૂપે સાકાર કર્યો છે. તેઓશ્રીએ ગુજરાતના દરેક વિસ્તારમાં દરેક સમાજને લઇ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વની ગુજરાત સરકારમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પરિવહન અને વ્યાપાર જેવા વિવિધ ક્ષેત્રે નિતીવિષયક નિર્ણયો લઇ દરેક નાગરિકને સુખ -સગવડ અને સલામતી મળી રહે અને રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રસંસનીય કામગીરી કરેલ છે.*

* તેઓશ્રીનો જન્મ 22 જૂન 1956 ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે થયેલ છે. તેઓશ્રીનો ઉછેર તેમના દાદાના સમયથી ગર્ભશ્રીમંત એવા પરિવારમાં થયેલ. અભ્યાસકાળ પૂર્ણ થતા તેઓશ્રીએ તેમના કૌટુંબિક વ્યસાયમાં સામેલ થઇ તેને આગળ વધાર્યો.*

તેઓશ્રીના લગ્ન શ્રીમતી સુલોચનાબેન પટેલ સાથે થયા છે. તેઓશ્રીના પરિવારમાં મોટા પુત્રશ્રી જૈમીનભાઇ, પુત્રવધુ શ્રીમતિ ઝલકબેન, પૌત્રી વૈશ્વી તથા નાના પુત્રશ્રી સન્નીભાઈ છે.

* શ્રી નીતિનભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દી ની શરૂઆત સને 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કરેલ આજદિન સુધી તેઓશ્રી જાહેર જનતાની સેવા માટે હંમેશા કાર્યરત રહ્યા છે. સને 1990માં તેઓશ્રી પ્રથમ વખત ગુજરાત વિધાનસભા તરીકે ચૂંટાયેલા. પ્રજાજનોની સેવાની ભાવના અને જીવન પ્રત્યેના તેમના મૂલ્યો તેમજ સિદ્ધાંતોથી જાહેર જીવનમાં સતત આગળ વધતા રહ્યા અને આજે તેઓશ્રી ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સાથે ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ જેવા વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ગુજરાતના વિકાસમાં સહભાગી થયા છે.*

* સામાજિક-શૈક્ષણિક સેવાઓ *

મહામંત્રી, કડી તાલુકા નવનિર્માણ સમિતિ, ૧૯૭૪
૧૯૭૭ થી કડી નગરપાલિકામાં ૧૫ વર્ષના સભ્ય પદ દરમિયાન નગરપાલિકાની કારોબારી સમિતિ સહીત વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકે કામગીરી કરેલ છે.
પ્રમુખ, કડી નગરપાલિકા ૧૯૮૮-૯૦ સુધી કામગીરી કરેલ છે.
મહેસાણા ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લી. માં ૮ વર્ષ ડીરેક્ટર
૧૯૮૪ થી ડીરેક્ટર, ખેત ઉત્પન્ન બજાર સમિતિ, કડી
પ્રમુખ, મહેસાણા જિલ્લા ભારતીય જનતા પક્ષ ૧૯૯૭-૯૮
કારોબારી સભ્ય , ભાગ્યોદય જનરલ હોસ્પિટલ, કડી
ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્‍ટી બોર્ડના સભ્‍ય.ભારતીય જનતા પાર્ટી રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય
* રાજકીય નેતા તરીકે ની વિકાસગાથા *

1956
22 જૂનના રોજ મહેસાણાના જિલ્લાના વિસનગર ખાતે જન્મ

1974
કડી તાલુકા નવનિર્માણ કમીટીના મહામંત્રી

1977
પ્રથમ વખત કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા.

1984
કડી તાલુકા એ.પી.એમ.સીના ડિરેક્ટર

1988-90
કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે બીજી વખત ચુંટાયા તથા મહેસાણા ડિસ્ટ્રીક્ટ કૉ. ઓ. બેંક, મહેસાણાના ડિરેક્ટર તરીકે ચુંટાઈ સળંગ 8 વર્ષ માટે જવાબદારી સંભાળી.

1990
પ્રથમ વખત કડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચુંટાયા.

1991-92
ગુજરાત નગરપાલિકા પરિષદના ઉપ. પ્રમુખ

1995
પ્રથમ વખત આરોગ્ય વિભાગના કેબીનેટ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.

1997-98
મહેસાણા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ

1999
માર્ગ અને મકાન વિભાગ, નાની અને મધ્યમ સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય

2001
નાણાં વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય

2002
મહેસૂલ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત

2007
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પાણી પુરવઠા, સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત

2012
મહેસાણા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય તરીકે ચુંટાયા.

2012
નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ, સામાજીક કલ્યાણ અને વાહનવ્યવહાર વિભાગનાં કેબીનેટ મંત્રી, ગુજરાત

2014
આરોગ્ય, તબીબી શિક્ષણ, સામાજીક કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના, વાહનવ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત

2016
નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી.

* યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial