Get Mystery Box with random crypto!

ઈતિહાસમાં ૨૩ જૂનનો દિવસ યુવરાજસિંહ જાડેજા (ગોં | જ્ઞાન સારથિ


ઈતિહાસમાં ૨૩ જૂનનો દિવસ

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

સંજય ગાંધી

ઇંદિરા ગાંધીના મોટા દીકરા સંજય ગાંધીનું ૧૯૮૦માં આજના દિવસે એર ક્રેશમાં મોત થયું હતું . દિલ્હી ફ્લાઇંગ ક્લબનું નવું એરક્રાફ્ટ ઉડાડતી વખતે એરોબેટિક મેન્યૂઓવર કરતાં ફ્લાઇટ ક્રેશ થઈ હતી .

ઝિનેદિન ઝિદાન

વર્ષ ૧૯૯૮માં ફ્રાન્સને ફૂટબોલ વર્લ્ડ કપ જીતાડનારા મિડફિલ્ડર ઝિદાનનો જન્મ ૧૯૭૨માં આજના દિવસે થયો હતો . ત્રણ વાર ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ યર બનનાર ઝિદાન ચોથો ફૂટબોલર છે.

ટાઇપરાઇટરની શોધ અને પેટન્ટ

અમેરિકન પ્રકાશક -સંશોધક ક્રિસ્ટોફર લેથેમ શોલ્સે 1868 ની 23 જૂને આધુનિક ટાઇપરાઇટરના સૌથી પહેલા વર્ઝનની પેટન્ટ મેળવી હતી . QWERTY કી -પેડની શોધ પણ શોલ્સે કરી હતી .

ઓરલ કોન્ટ્રાસેપ્ટિવને માન્યતા

અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગે વર્ષ 1960 ની 23 જૂને વિશ્વની પહેલી કમ્બાઇન્ડ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પીલ ' એનવોઇડ ' મંજૂરી આપી હતી .
1985 ની 23 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 ' કનિષ્ક ' કેનેડાના મોન્ટ્રિયલથી દિલ્હી આવતું હતું ત્યારે આઇરિશ એરસ્પેસમાં બોમ્બ વિસ્ફોટથી ફૂંકી મરાતા 329 લોકો માર્યા ગયા હતા .

️ કનિષ્ક વિસ્ફોટ

મોન્ટ્રિયલ- લંડન- દિલ્હી રૂટ પર ઉડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૮૨ વર્ષ ૧૯૮૫માં આજના દિવસે આયર્લેન્ડના આકાશમાં ૩૧૦૦૦ ફૂટ ઉપર બોમ્બ વિસ્ફોટમાં ફૂંકી દેવાઈ , જેમાં ૩૨૯નાં મોત થયાં હતાં .

1895 :- પ્રખ્યાત હિન્દી લેખક કાલી ચરણ ઘોષનો કલકત્તામાં જન્મ થયો.

1761 :- પાણીપતનું ત્રીજું યુદ્ધ હાર્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.

1953 :- ભારતીય જનસંઘના સંસ્થાપક શયામ પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.

વિન્ટન જી.સર્ફ

આજના ઇન્ફર્મેશન ટેકનોલોજીનું મહત્વનું અંગ એવું ઈન્ટરનેટના જનક તરીકે ઓળખાતા એવા અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક વિન્ટન જી.સર્ફનો જન્મ તા. ૨૩/૬/૧૯૪૩ના રોજ ન્યુહેવનમાં આવેલ એક શહેરમાં થયો હતો.

પ્રાથમિક શિક્ષણ વેનન્યૂઝ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. ઈ.સ.૧૯૬૫માં ઈન્ટરનેટ એન્જી.ટાસ્કફોર્સમાં ગણિતના વિષય સાથે બી.એસ.સી. પાસ કર્યું. ઈ.સ. ૧૯૬૭માં ઇસમ કંપનીમાં નોકરી મળી. આ ઉપરાંત ઉચ્લા માં કોમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામમાં કામગીરી કરી. ઈ.સ.૧૯૭૦માં એમ.એસ.સી. તથા ઈ.સ. ૧૯૭૨માં પી.એચ.ડી થયા. ઈન્ટરનેટની શોધ કરનાર આર્યાનેટ પ્રોજેક્ટમાં તેમણે કામ કર્યું.

ઈ.સ.૧૯૭૨માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરના પ્રોફેસર થયા. ઈ.સ. ૧૯૮૬માં કોર્પોરેશન નેશનલ રિસર્ચમાં જોડાયા. ઈ.સ. ૧૯૯૪માં ઈન્ટરનેટ આર્કિટેક્ચરમાં વાઈસ પ્રેસીડન્સી તરીકે સેવા આપી. ૮ સપ્ટેમ્બર ૨૦૦૫માં સર્ફની સેવાઓ માટે ગુગલ કોર્પોરેશનમાં વાઈસ પ્રેસીડન્સ એન્ડ ચીફ ઈન્ટરનેટ ઇવાજેલીસ્ટ તરીકે નિમણૂંક થઇ. એમસીઆઈ ડીજીટલ સર્વિસીસના વર્ષ ૧૯૮૨-૮૩ના ગાળા દરમિયાન વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતાં તેમણે એમસીઆઈ મેઈલની ઈજનેરી કળા વિકસાવી હતી. આ ઈન્ટરનેટ સાથે સર્વપ્રથમ જોડાણ સાધનારી વેપારી ઈ-મેઈલ સેવા હતી. વર્ષ- ૧૯૭૬થી ૮૨ દરમિયાન અમેરિકી સરકારના સંરક્ષણ વિભાગની એડવાન્સ રીસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સીમાં કામ કરતાં સર્ફે ઈન્ટરનેટને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી સાથે જ ઈન્ટરનેટ સંબધિત પેકેટ ડેટા ડાટા તથા સિક્યોરીટી ટેકનોલોજીને વિકસાવવામાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું. સર્ફ્ને સ્વિઝરલેન્ડ, સ્પેન,સ્વીડન તથા નેધરલેંડઝ જેવા અનેક દેશોએ ડોકટરેટની પદવી આપી છે. ૮ માર્ચ ૨૦૦૨થી બલ્ગેરિયા રાષ્ટ્રપ્રમુખના આઈ.ટી એન્ડવાઇઝરના પ્રમુખ છે. આ ઉપરાંત એન્ડવાઇઝર બોર્ડ ઓફ યુંરેસીયા ગૃપના સલાહકાર સમિતિના સભ્ય છે.
તેમને આંતરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક એવોર્ડ એનાયત થયેલ છે. ઈ.સ. ૧૯૯૪માં એશોસીએશન ઓફ કોમ્પ્યુટીગ મશીનરી શિષ્યવૃત્તિ આપી હતી. ઈ.સ.૧૯૯૭માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ કિલન્ટને સર્ફ અને સાથી રોબર્ટ કાનને યુ.એસ. નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજોથી નવાજ્યા હતા. કોમ્પ્યુટર વિજ્ઞાનનું નોબલ પારિતોષિક ગણાતો એસીએમ એલન એમ તુરીંગ એવોર્ડ પણ સર્ફ અને કાનનને એનાયત થયેલ છે. વર્ષ ૨૦૦૪માં ઈન્ટરનેટ પ્રોટોકોલ માટે આ એવોર્ડ તેમને અપાયો હતો. વર્ષ ૨૦૦૫માં રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે પણ સર્ફ અને કાનને તેમની કામગીરી બિરદાવતાં પ્રેસિડેન્સીયલ મેડલ ફોર ફ્રીડમ એનાયત કર્યો. આ એવોર્ડ અમેરિકી નાગરિકોને અપાતો સૌથી ઉચ્ચ એવોર્ડ છે.

રમેશ મહેતા
જન્મની ૨૩ જૂન, ૧૯૩૪
નવાગામ (તા. ગોંડલ)

તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.
અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી. ૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બ