Get Mystery Box with random crypto!

ન્યા. ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું | જ્ઞાન સારથિ

ન્યા. ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું બાકાયદા જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા. નાટકોનાં લેખન, મંચન દરમિયાન તેઓ
અરવિંદ પંડ્યાનાં સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર "હસ્ત મેળાપ" ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું. મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા. તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા.
તેમણે 'ગાજરની પિપૂડી' નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી.

૧૧ મે , ૨૦૧૨નાં રોજ, રાજકોટ ખાતે, ૭૮ વર્ષની ઉમરે તેઓનું અવસાન થયું.

કેટલાક સફળ ચલચિત્રોની યાદી
જેસલ તોરલ (૧૯૭૧)
હોથલ પદમણી (૧૯૭૪)
મેના ગુર્જરી (૧૯૭૫)
સંતુ રંગીલી (૧૯૭૬)
સોન કંસારી (૧૯૭૭)
ગંગા સતી (૧૯૭૯)
મણિયારો (૧૯૮૦)
જાગ્યા ત્યારથી સવાર (૧૯૮૧)
ઢોલી (૧૯૮૨)
મરદનો માંડવો (૧૯૮૩)
ઢોલામારૂ (૧૯૮૩)
હિરણને કાંઠે (૧૯૮૪)

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)