2021-04-18 17:39:33
શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશેનામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ અને..અત્યારેહિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા. -:જન્મદિવસ:-૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર
-:જન્મ તિથી:-વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )
-:નક્ષત્ર સમય:-રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી
-:રાશી-લગ્ન:-વૃષભ લગ્ન અને વૃષભ રાશી
-:જન્મ સ્થળ:-રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો, જીલ્લો- મથુરા (ઉત્તર પ્રદેશ)
-:વંશ - કુળ:-ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર
-:યુગ મન્વન્તર:-દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર
-:વર્ષ:-દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે
-:માતા:-દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન માની હતી
-:પિતા:-વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આનંદ દુદુંભી ]
-:પાલક માતા-પિતા :-મુક્તિ દેવીનો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ
-:મોટા ભાઈ:- વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી
-:બહેન:- સુભદ્રા
-:ફોઈ:- વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી
-:મામા:-કાળનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ
-:બાળસખા:-સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા
-:અંગત મિત્ર:- અર્જુન
-:પ્રિય સખી:- દ્રૌપદી
-:પ્રિય પ્રેમિકા:- સાક્ષાત ભક્તિ નો અવતાર રાધા
-:પ્રિય પાર્ષદ:- સુનંદ
-:પ્રિય સારથી:- દારુક
-:રથનું નામ:-નંદી ઘોષ રથ ,જેની સાથે શૈબ્ય , મેઘપુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા
-:રથ ઉપરના ધ્વજ:- ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ
-:રથના રક્ષક:- નૃસિંહ ભગવાન
-:ગુરુ અને ગુરુકુળ:-સાંદીપની ઋષિ , ગગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું
-:પ્રિય રમત હોય:-ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મટુક્ડીઓ ફોડવી , રાસલીલા
-:પ્રિય સ્થળ:-ગોકુળ, વૃંદાવન , વ્રજ , ધ્વારકા
-:પ્રિય વૃક્ષ:-કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ
-:પ્રિય શોખ:-વાંસળી વગાડવી , ગયો ચરાવવી
-:પ્રિય વાનગી:-તાંદુલ , દૂધ દહીં છાશ માખણ
-:પ્રિય પ્રાણી:- ગાય , ઘોડા
-:પ્રિય ગીત:- શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ
-:પ્રિય ફળ ક્ષત્રિય કર્મ:-હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી
-:પ્રિય હથીયાર:- સુદર્શન ચક્ર
-:પ્રિય સભામંડપ:- સુધર્મા
-:પ્રિય પીંછુ:- મોરપિચ્છ
-:પ્રિય પુષ્પ:-કમળ અને કાંચનાર
**-:પ્રિય ઋતુ:-**
વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય
-:પ્રિય પટરાણી:- રુક્ષ્મણીજી
-:પ્રિય મુદ્રા:-વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રહેવું
-:ઓળખ ચિહ્ન:-ભ્રૃગુ ઋશિએ છાતીમાં લાત મારી તે શ્રીવત્સનું ચિહ્ન
-:વિજય ચિહ્ન:-પંચજન્ય શંખનો નાદ
-:મૂળ સ્વરૂપ:-શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન
-:આયુધો:-સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ
-:બાળ પરાક્રમ:-કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા
-:પટરાણીઓ:-રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી
-:૧૨ ગુપ્ત શક્તિઓ:- કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી
-:શ્રી કૃષ્ણનો અર્થ:-સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ
-:દર્શન આપ્યા:-જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબુવાન.
-:ચક્ર થી વધ:-શિશુપાલ , બાણાસુર , શત્ધન્વા , ઇન્દ્ર ,રાહુ
-:પ્રિય "ગ":-ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા
10.7K views14:39