Get Mystery Box with random crypto!

ગિજુભાઈ બધેકાએ આમ તો બહુ બધી વાર્તાઓ લખી છે પરંતુ આજે હુ યુવરા | જ્ઞાન સારથિ


ગિજુભાઈ બધેકાએ આમ તો બહુ બધી વાર્તાઓ લખી છે પરંતુ આજે હુ યુવરાજસિંહ જાડેજા એને શ્રધ્ધાંજલી આપતા મારા બાળપણની એક પ્રિય વાર્તા જે એને લખેલી છે..

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

ચકી –ચકાની વાર્ત

એહ હતી ચકીને એક હતો ચકો . ચકી લાવી ચોખાનો દાણોને ચકો લાવ્યો દાળનો દાણો.

ચકલીએ તો એની ખીચડી રાંધી , ચૂલે ખીચડી મૂકીને ચકલીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ : “ જરા ખીચડી સંભાળજો , દાઝી ન જાય . “

ચકલો કહે : “ઠીક”

ચકલી ગઈ એટ્લે ચકલાભાઈ તો કાચીપાકી ખીચડી ખાઈ ગયા .

ચકલીને ખબર ન પડે એટ્લે ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂતા .

ત્યાં તો ચકલીબાઈ પાણી ભરીને આવ્યાં , ચકલાએ તો અંદરથી બારણાં વાસી દીધાં હતાં .

ચકી : “ચકારાણા , ચકારાણા ! જરા બરણાં ઉઘાડો .”

ચકો કહે : “ મારી તો આંખો દુખે છે તે હું તો પાટો બાંધીને સૂતો છું . તમે હાથ નાખીને

ઉઘાડો .”

ચકી કહે : “ પણ આબેડું કોણ ઉતારશે ? “

ચકો કહે : “ કટૂરિયો ફોડી નાખો ને કુલડી ઉતારી ઘરમાં આવો .”

ચકીએ તો કટૂરિયો ફોડી નાખ્યો ને કુલડી ઉતારી ઘરમાં ગઈ . જ્યાં રાંધણિયામાં જઈને ખીચડી સંભાળવા જાય ત્યાં તો તપેલીમાં ખીચડી ન મળે !

ચકી કહે : “ ચકારાણા , ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ? “

ચકો કહે : “ અમને તો કાંઈ ખબર નથી . રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે . “

ચકલી તો રાજા પાસે ફરિયાદે ગઈ . જઈને કહે : “ રાજાજી ,રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી કેમ ખાઈ ગયો ?

કૂતરો કહે : “ બોલાવો કાળિયા કૂતરાને . ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?

કૂતરો કહે : “ મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.”

રાજા કહે : “ બોલાવો ચકાને .”

ચકો આવ્યો ને કહે : “ મેં ખીચડી નથી ખાધી .કૂતરાએ ખાધી હશે .”

રાજા કહે : “એલા , સિપાઈ ક્યાં છે ? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો , એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે .”

કૂતરો કહે : “ ભલે , ચીરો મારું પેટ ; ખાધી હશે તો નીકળશે ના ? “

પણ ચકલો બીનો . ખીચડી તો એણે જ ખાધી હતી . એ તો ધ્રુજવા માંડ્યો અને બોલ્યો : “ ભાઈ-શા’બ ! ખીચડી તો મેં ખાધી છે . એક ગુનો માફ કરો.

રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો .

ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી . ત્યાં એક ગાયોનો ગોવાળ નીકળ્યો .

“ એ ભાઈ ગાયોનો ગોવાળ .

ભાઈ ! ગાયોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું . “

ગાતોના ગોવાળ કહે : “બાપુ ! હું કાંઈ નવરો નથી તે તારા ચકલાને કાઢું . હું તો મારે આ ચાલ્યો .”

એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો . ચકલી તો કોઈ નીકળે એની રાહ જોતી બેઠી .

ત્યાં ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો .

“ એ ભાઈ ભેંશોના ગોવાળ .

ભાઈ ! ભેંશોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું ‘

ભેંશોના ગોવાળ કહે : “ હું ક્યાં નવરો છું તે તારા ચકારાણાને કાઢું ? “

એમ કહીને ભેંશોનો ગોવાળ પણ ચાલ્યો ગયો .

ચકી તો વળી કોઈની વાટ જોતી બેઠી . ત્યાં બકરાંનો ગોવાળ નીકળ્યો . ચકલી બકરાંના ગોવાળને કહે :



“ એ ભાઈ બકરાંના ગોવાળ.

ભાઈ ! બકરાંના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું .”

બકરાંનો ગોવાળ કહે : “ હું કાંઈ નવરો નથી તે તારા ચકાને કાઢું . હું તો મારે આ ચાલ્યો .”

એમ કહીને બકરાંનો ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો .

ચકલી તો બેઠી . ત્યાં સાંઢિયાની ગોવાળણ નીકળી . ચકલી કહે બ:

“ એ ભાઈ સાંઢિયાની ગોવાળણ .

ભાઈ ! સાંઢીયાની ગોવાળણ !

મારા ચકારાણા ને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું .”

સાઢિંયાની ગોવાળણને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી કાઢ્યો .

ચકલી કહે : “ ચાલો બહેન ! હવે ઘેર જઈને ખીર ને પોળી ખવરાવું

ગોવાળણ તો ઘેર આવી.

ચકલીએ તો ખીર ને પોળી ખંતથી કર્યા . પણ ચકલો લુચ્ચો હતો . એણે તો એક લોઢી તપાવીને લાલચોળ કરી . ને જમવાનો વખત થયો એટલે ચકાએ લાલચોળ લોઢી ઢાળીને કહ્યું : “લ્યો ગોવાળણબાઈ ! આ સોનાના પાટલે બેસો .”

ગોવાળણ તો સોનાને પાટલે બેસવા ગઈ ત્યાં તો વાંસે દાઝી ! બિચારી બોલતી બોલતી ભાગી:

“ ખીર ન ખાધી હું તો દાઝી!

ખીર ન ખાધી , હું તો દાઝી ! ”

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)