Get Mystery Box with random crypto!

જ્ઞાન સારથિ

لوگوی کانال تلگرام gyansarthi — જ્ઞાન સારથિ
لوگوی کانال تلگرام gyansarthi — જ્ઞાન સારથિ
آدرس کانال: @gyansarthi
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 131.74K
توضیحات از کانال

👉આ ગ્રુપ માત્ર ગુજરાતી લોકો માટે છે કે જેઓ સરકારી પરીક્ષા ની તૈયારી કરે છે
👉અહીંયા pdf mp3 વગેરે જેવી ફાઇલ્સ મોકલવામાં આવે છે
👉ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0

آخرین پیام ها 13

2022-06-19 06:24:00 Yuvirajsinh Jadeja:
*મિત્રો પૂરો લેખ વાંચજો અને સારો લાગે તો કોઇ પણ ફેરફાર કર્યા વિના આગળ પણ મોકલજો*

*માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે.*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial

*માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે.પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???*

* પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.*

લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.

સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.

* પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ????*

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.

માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.

* પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે,* પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણ કે, બહેનને આધાર આપવાનો હોય છે.

* પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.*

* જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.*

* દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.*

* રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.*

* પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.*

* તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે, ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.*

* તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે.*

* સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતાં હોય છે.*

* પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી...*

* પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે, કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.*

* પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટ રૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.*

* પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.*

* જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણ કે, ઘરના કર્તા-હર્તા જીવંત છે.*

* જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તા-હર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.*

* માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે. એટલે કે, પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.*

* કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે.* કારણ કેબાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ....ગુપચુપ જઈને પેંડા-પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

* બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે.....પણ, હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.*

* કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે....પિતાએ જ જવું પડે છે.*

* પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ.. પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે, તો ભલે.. ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.*

* યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે... પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.*

* દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક-ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ?

* પિતાનું મહત્વ કોને સમજાય છે ?*
**************

* બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે.*

તેને એક-એક વસ્તુ માટ
1.3K views03:24
باز کردن / نظر دهید
2022-06-19 06:23:59 ા ભારતમાં તો રોજ જ ફાધર્સ ડે હોય છે. આપણે એ માટે ખાસ દિવસની જરૂર જ નથી .' હા , એગ્રીડ , પણ હું જરા સ્વાર્થી છું, પપ્પાને વ્હાલ કરવાની એક પણ તક શું કામ જવા દેવી ? *પછી એ વિદેશ થી આવેલું ' ફાધર્સ ડે ' નું બહાનું કેમ ન હોય ? વેલ , હેપી ફાધર્સ ડે !*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
2.8K views03:23
باز کردن / نظر دهید
2022-06-19 06:23:59 Yuvirajsinh Jadeja:

* આઈ લવ યુ પપ્પા !!! હેપી ફાધર્સ ડે !*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial

* આજે જેમના હાથ ધ્રૂજે છે , એ હાથોએ જ મારી આંગળી પકડીને મને દુનિયા બતાવી છે !*

* આજે જે આંખોનું તેજ વિલાઈ ગયું છે, એ જ આંખો મને દુરથી આવતા જોઇને હસી ઊંઠતી હતી !*

* આજે જે ખુરશી પર બેઠા છે, એ મારી સાથે કઈ કેટલીય વાર પકડદાવ રમતા હતા !*

* આજે જેમની જીભ બોલતા થોથવાય છે, એમણે મને મનાવવા સુંદર બાળગીતો ગાયાં છે !*

* આજે જે કશું સાંભળી નથી શકતા , એ એમનું નામ મારી કાલી કાલી બોલીથી સાંભળવા બહુ તડપ્યા છે !*

* આજે મારે તમને કહેવું છે પપ્પા : મને એ વાતનો ગર્વ છે કે મારી નસોમાં તમારું લોહી વહે છે !*
આઈ લવ યુ પપ્પા

* ઓશોનું એક અદ્દભુત વાકય છે: ' જે ઘડીએ એક બાળકનો જન્મ થાય છે, તે જ ઘડીએ એક માતા પણ જન્મે છે. બાળકના જન્મ પહેલાં એક સ્ત્રીનું અસ્તિત્વ હતું, પણ માતાનું તો નહીં જ!' રજનીશ જ વિચારી શકે એવા આ અર્થસભર વાક્યમાં એક જ વસ્તુ ઉમેરવાનું મન થાય છે અને તે એ કે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે એક પિતાનો પણ જન્મ થાય છે. એ પણ પુરુષ માંથી પિતા બને છે! *

* પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીને થતા અન્યાયની કોઈ ખોટ નથી . ગણ્યા ગણાય નહીં , વીણ્યા વીણાય નહીં એવા પરોક્ષ અને સૂક્ષ્મ અન્યાયો સ્ત્રીને જીવનના દરેક તબ્બકે થતા જ રહે છે. પરંતુ આ એક બાબતમાં કદાચ પુરુષોને વધુ અન્યાય થયો છે.*

* આપણા પ્રાચીન ગ્રંથો , આપણું સાહિત્ય , આપણી કળા, આપણી ધાર્મિક કથાઓએ માતૃત્વનો મહિમા તો ખૂબ કર્યો , જે સર્વથા યોગ્ય જ છે, પરંતુ એના અતિઉત્સાહમાં પિતાનો પ્રેમ થોડો નજરઅંદાઝ થયો હોય એવું નથી લાગતું ???*

* કૃષ્ણજન્મની કથા કોણે નહીં સાંભળી હોય ? કંસની જેલમાં દેવકી -વાસુદેવના સાત -સાત બાળકોની જન્મતાંની સાથે જ કંસ દ્વારા ક્રૂર હત્યા થાય છે. આઠમા બાળક, કૃષ્ણને જન્મતાંની સાથે જ કંસથી બચાવીને ગોકુળ પહોંચાડવાના છે. કૃષ્ણને જન્મ આપનારી માતા દેવકી અને પાલન કરનારી માતા યશોદાનાં ગુણગાન તો ઘણાં ગીતો, ભજનો , ગરબામાં ગવાયાં પણ જરા વિચાર કરો ! સાત -સાત બાળકોના મૃત્યુ પછી જન્મેલા આઠમા બાળકને કાળી - અંધારી રાત્રે , વરસતા વરસાદથી તોફાની બનેલી યમુના નદી ઓળંગીને સામે પાર નંદ - યશોદાની સોડમાં સોંપતી વખતે પિતા વાસુદેવ ઉપર શું નહીં વીત્યું હોય ? *

* એ ઘડીએ પિતા વાસુદેવના હૃદયમાં થતો વલોપાત કદાચ એ રાતના યમુનાના તોફાન કરતાંય વધુ હશે .*

* મારું તો માનવું છે કે દરેક સંવેદનશીલ પિતામાં એક માતા સંતાયેલી હોય છે.*

* કન્યાના વિદાયની ઘડીએ આ માતૃત્વ એની ચરમસીમા પર પહોંચે છે. ' જે પુરુષ રડે તે બાયલો' , એવા સ્ટિરિયોટાઈપ સમાજના નિયમને બે ઘડી પૂરતો બાજુએ મૂકી એ રડતા પિતામાં માતૃત્વ છલકાઇને આંખો દ્વારા વહી નીકળે છે.*

* બાપ- દીકરીનો સંબંધ જગતના સૌથી સુંદર સંબંધમાંનો એક છે. આ વાત સમજવા બેનઝીર ભુટ્ટોની આત્માકથા ' ડોટર ઓફ ધ ઇસ્ટ' વાંચવી રહી કે પછી સરદારનાં પુત્રી મણિબહેનની ડાયરીનાં પાનાં ઉથલાવવાં રહ્યાં કે પછી ઇન્દિરા અને પંડિત નેહરુ વચ્ચેનો સુંદર પત્ર -વ્યવહાર વાંચવો રહ્યો!*

* ધૂમકેતુની ઉત્તમોત્તમ વાર્તા ' પોસ્ટ ઓફિસ ' ના કલ્પિત પિતા અને પુત્રી , કોચમેન અલી ડોસો તથા દીકરી મરિયમને કેમ ભૂલાય ?*

* જેમના ' મેન્ટલ ડિવોર્સ' થઇ જ ચૂક્યા છે એવાં દંપતી ઘણી વાર માત્ર બાળકો ખાતર જિંદગીભર સાથે જિંદગી ઘસડતાં હોય છે. બે દુઃખી લોકો એક છત નીચે સારાં પેરન્ટસ બની શકે કે પછી સમજીને જુદા થયેલાં બે જણાં જુદી જુદી છત નીચે બાળકને સારી રીતે ઉછેરી શકે એ વિચારવા જેવો પણ અઘરો પ્રશ્ન છે. આ વિષય પર બનેલી, સિત્તેરના દાયકાની એક ઉત્કૃષ્ટ હોલીવૂડ ફિલ્મનું નામ છે: ' ક્રેમર વર્સીસ ક્રેમર ' . એક પતિ- પત્ની છૂટાં પડે છે . માતા ( મેરિલ સ્ટ્રિપ ) પોતાનાં સ્વપ્નો પૂરા કરવા અને પગભર થવા થોડો સમય માટે નાના બાળકની બધી જવાબદારી પિતા ( ડસ્ટીન હોફમેન ) પર નાખી અચાનક ચાલી જાય છે. એક બેજવાબદાર વ્યક્તિમાંથી એ કઈ રીતે જવાબદાર પિતા બને છે એની આંખ ભીજવે એવી આ વાર્તા છે. બાળકની કસ્ટડી માટે કોર્ટમાં પતિ - પત્ની વચ્ચે કેસ ચાલે છે, ખરી -ખોટી આક્ષેપબાજી ચાલે છે. આખરે માતા હોવાને નાતે પત્ની કેસ જીતે છે . બીજે દિવસથી જ બાળક માતાને સોંપવાનો કોર્ટ આદેશ આપે છે. પરંતુ આખાય કોર્ટ -કેસ દરમિયાન પત્ની જુએ છે કે એનો એક્સ હસબન્ડ હવે કેટલો સુંદર પિતા છે ! અને છેલ્લે, કોર્ટમાં કેસ જીતવા છતાંય એ માતા પોતાનો દીકરો પિતાને સોંપે છે. કોર્ટ કેસમાં માતા જીતે છે, પણ પિતાના પ્રેમ આગળ માતા ઝૂકે છે- કાવ્યમય અંત ! આ જ ફિલ્મ પરથી બનેલી હિન્દી ફિલ્મ ' અકેલે હમ, અકેલે તુમ ' પણ એટલી જ સંવેદનશીલ ફિલ્મ છે.*

આજે છે ફાધર્સ ડે ! દરેક ફાધર્સ ડે અથવા મધર્સ ડે ને દિવસે એક વસ્તુ ચોક્કસ વાંચવા / સાંભળવા મળે . ' આપણ
2.8K views03:23
باز کردن / نظر دهید
2022-06-19 06:23:53 માં ફેલાતી ગઇ. ૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સને આ પ્રથાને અપનાવી. ૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાનું નકકી કર્યું. ૧૯૬૬માં પ્રેસિડન્ટલિન્ડન જહોન્સને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના ખરડામાં સેનેટમાં સહી કરી ત્યારથી દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે.*

* ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી. અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં આવે છે. પિતા પ્રત્યેના પ્રેમને વાચા આપતા અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે. ચર્ચમાં પિતા માટે ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાય છે. સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે અથવા ઘર પાછળના યાર્ડમાં બાર્બેકયુની લહેજત સહકુટુંબ સાથે માણે છે. ‘હેપી ફાધર્સ ડે’ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતા અને સારું કુટુંબ ધન્યતા અનુભવે છે. પિતા પ્રત્યેનાં પ્રેમ, લાગણી, આદર અને આત્મીયતા પ્રગટ થતાં કુટુંબનાં સર્વ સભ્યો માટે આ એક ભવ્ય અને મહત્વપૂર્ણ દિન બની જાય છે. ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પ્રસરતી ગઇ.*

*પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું મોટું અને આદરણીય છે. કુટુંબનો એ મોભ છે. મોભ તૂટી પડતાં ઘર તૂટી પડે છે એમ પિતા વિનાનું કુટુંબ તૂટી પડે છે, વેર વિખેર થઇ જાય છે. પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ પિતા તરીકે ભાગ ભજવ્યો હોય તે સૌનું ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે. આ વર્ષે ફાધર્સ ડે જૂનની ૧૮ તારીખે છે.*

* ફાધર્સ ડે વિષે વિચારતાં મારા પૂજય પિતાજી મને યાદ આવી જતાં એ મારી આંખ સામે રમી રહે છે. કેવા નમ્ર, મહેનતુ, સેવાભાવી, પરગજુ અને મા આશાપુરા માતાજી ના એ ભકત ! પૂજાપાઠ કરતા રહ્યા અને ખૂબ પરિશ્રમ કરી કુટુંબનું ભરણપોષણ કરતા અમને ત્રણે ભાઈઓને ભણાવ્યા, કોઈને એન્જિનિયર તો કોઈને નોકરી માટે કાબેલ બનાવ્યા. ધન્ય છે એ પિતાને!*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
2.8K views03:23
باز کردن / نظر دهید
2022-06-19 06:23:53 Yuvirajsinh Jadeja:

* ફાધર્સ ડે – પિતૃદિન *

* યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

* ખબર નથી પડતી કે આજકાલ કેવા કેવા દિવસો ઉજવવાનો સમય આવી ગયો છે...આ પશ્ચિમી સંસ્કૃતિ ની જ દેન હોય..*
* જયા માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ:*
* ની સંસ્કૃતિ હોય ત્યાં આવા દિવસો ની શી જરૂર?*

* હું યુવરાજસિંહ જાડેજા મારું સ્પષ્ટ પણે માનવું છે કે.. માતાપિતા ના દિવસ ના હોય.. માતાપિતા છે તો આપણા દિવસ છે.. *

* પરંતુ આજે મને પિતાજી પર કંઇક લખવાનો રૂડો અવસર મળ્યો છે. ..કેમ કે આ જગતમાં બીજા બધા પર બહુ બધું લખવા મા આવ્યું છે...*

*મને પણ આજે પિતાજી વિશેના વિચારો વ્યક્ત કરવા મળશે....*

* આપણા ગુજરાતી સમાજમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે, કહેવાયું છે. કવિઓએ મુકતકંઠે એમનાં ગુણગાન ગાયાં છે. પણ પિતા વિષે બહુ આોછું લખાયું છે. એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજમાં ઓછું અંકાયું છે. દરેક વ્યકિતને મન અને હૈયે મા અને બાપનું મૂલ્ય સરખું જ હોય છે. આપણા પૂર્વજોએ યુગોથી માતા અને પિતાને એકસરખું મહત્ત્વ આપતાં ગાયું છે, ‘ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ…’માતાને વંદન ઘટે એમ પિતાને પણ વંદન ઘટે.*

* મા આજ સુધી ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી એટલે બાળકને માના સંપર્કમાં આવવાનું વધું બનતું. બાળકને મન મા એજ સર્વસ્વ હતી.*

* મા પોતાનાં સંતાનોની પૂરી કાળજી લેતી એટલે બાળકોને મન માજ એનું સર્વસ્વ બની રહેતું. બાપ રોટલો રળવા આખો દિવસ બહાર રહેતો એટલે એના બાળકોના સંપર્કમાં એ આોછો આવતો. ભલે કહેવાય કે ‘મા એટલે મા, બીજા બધા વગડાના વા.’ કવિઓએ ભલે મુકત કંઠે ગાયું કે ‘જનનીની જોડ જગે નહિ જડે રે લોલ.’ સાચી વાત છે કે માની જોડ સારાય વિશ્વમાં કયાંય ન મળે. પણ બા જટલાં જ પ્રેમ અને મમતા બાપને હૈયે પણ હોય છે.*

* કોઇ ભલે મજાકમાં કહેતું કે ‘બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, વાસ્તવમાં માને સંતાન માટે જેટલાં પ્રેમ, મમતા અને લાગણી હોય છે એટલાં બાપને કદાચ નથી હોતો.* એનું કારણ આપણી સમાજ વ્યવસ્થા છે. બા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. બાપ એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે.

* કેટલાક એવા બાપ પણ હોય છે જે પોતાનાં સંતાનોના સુખ માટે પોતાના સુખની અને જીવનની કુરબાની આપે છે. નાનપણમાં જે બાળકની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને મા અને બાપ બંનેનાં અવિરત પ્રેમ અને સાથ બાપ આપે છે. સારાય વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે. પરિણામે મધર્સ ડે જેટલો જ મહત્વનો ફાધર્સ ડે છે. ફાધર્સ ડેની ઉજવણી બાપ પ્રત્યેનાં સંતાનોના પ્રેમ, લાગણી અને દેખભાળને નવાજવાના ઉત્તમ વિચારમાંથી અસ્તિત્વમાં આવી હતી.*

* અમેરિકામાં ફાધર્સ ડેનો આરંભ કયારે થયો એ વિષે જુદાં જુદાં મંતવ્યો છે. કેટલાકને મતે એનો આરંભ ૧૯૦૮માં વેસ્ટ વર્જિનિયામાં ચર્ચની પ્રાર્થનાથી થયો હતો. કેટલાકના મતે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના વેનકુવર શહેરમાં એનો આરંભ થયો હતો. ત્રીજા મત પ્રમાણે શિકાગોના લાયન્સ કલબના પ્રમુખ હેરી મીકના જન્મ દિનના નજીકના દિવસે ૧૯૧૫ના જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવેલ. પરંતુ હકીકત એ છે કે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકાનેમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડેએ (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડેનો આરંભ કર્યો હતો.*

* એમના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા.* એમનાં પત્ની મિસિસ સ્માર્ટે એમના છઠ્ઠા બાળકને જન્મ આપી એમનાં છ બાળકોની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ. સ્માર્ટને હવાલે સોંપી. આ સંસારમાંથી પત્નીએ વિદાય લેતાં એ એકાકી વિધુર બાપે માવિહોણા છ બાળકોને માની જરાકે ખોટ ન પડવા દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે જે રીતે ઉછેર્યાં. એનું મહત્ત્વ મોટી ઉમરે મિસિસ સોનોરા ડોડને સમજાયું હતું. *એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’ વિષે પાદરીની વાત સાંભળતાં એમના પિતાના બલિદાન અને પરિશ્રમની કદર કરવા અને દરેક પિતાને સન્માનવા અને બહુમાન કરવા ફાધર્સ ડે ઉજવવાની હિમાયત કરી.*

* વિલિયમ જેકસન સ્માર્ટ જેવા પિતાનું સન્માન કરવા સ્પોકાનેના ચર્ચના પાદરી સમક્ષ એમના પિતાના જન્મ દિને એટલે કે જૂન પના રોજ ફાધર્સ ડે તરીકે ઉજવવા વિનંતિ કરી. પણ એ દિવસ સુધી પૂરતી તૈયારી ન થતાં જૂન ૧૮, ૧૯૦૯ના રોજ ચર્ચમાં ફાધર્સ ડે સર્વિસ રાખવામાં આવી. એ પછી મિસિસ સોનોરા બી ડોડેના પ્રયાસથી અને વૉશિંગ્ટન પાદરી એસોશિએશન અને તેમની ય્મ્ચ્અ, સંસ્થાના સહકારથી જૂન મહિનાના ત્રીજા રવિવારે જૂન ૧૯, ૧૯૧૦ના રોજ સ્પોકાનેમાં ફાધર્સ ડે ઉજવી પહેલ વહેલાં ફાધર્સના જાહેર સન્માનનો આરંભ કર્યો. ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયો
2.9K views03:23
باز کردن / نظر دهید
2022-06-19 06:23:52 Yuvirajsinh Jadeja:

*દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
* મિત્રો, તમને ધણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ?*

* શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે."

* દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.*

* તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.*

* પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.*

* પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?*

તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છ

* જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો હુ તમને થોડી મદદ કરુ.*

* તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.*

* અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.*

તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.

* તમારી ઉમર પ્રમાણે આમાંથી કોઈપણ એક કામ તમે તમારાં પિતાજી માટે કરશો તો તેમને ખૂબ ખુશી મળશે અને તેઓ બધું ભૂલીને તમને પ્રેમથી ભેંટી પડશે. પરંતુ પિતાજીને આ એક દિવસ માટે નહિ જીવનમાં હંમેશા યાદ રાખો. ઉપરથી કડક લાગતા પિતાજી જોડે દોસ્તી કરવાની શરું તો કરો પછી જુઓ કે પિતાજી રસગુલ્લા જેવા નરમ અને મીઠા લાગે છે કે નહિ.*

" યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
2.9K views03:23
باز کردن / نظر دهید
2022-06-19 06:23:52
પપ્પા એટલે શું ??
પપ્પા નું મહત્વ
મિત્રો એકવાર જરૂર સાંભળજો

https://t.me/gujaratimaterial
અથવા ટેલિગ્રામ મા @gujaratimaterial પર ક્લિક કરો
2.9K views03:23
باز کردن / نظر دهید
2022-06-19 06:23:51
2.2K views03:23
باز کردن / نظر دهید
2022-06-19 06:23:50 ે તરસવું પડે છે.

* પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘરની દીકરી !!!*

* સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.*

* કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા ?*

દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે...

* બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?*

આપણી પાસે તો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિ

તાને યાદ કરી લઈએ.

* તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ*

અને, આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથા-શક્તિ પિતૃ તર્પણ કરીએ..

*જો તમે એક પિતા હો તો તેનું ગૌરવ સમજજો!*

*पितृ देवो भवः*
* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
2.3K views03:23
باز کردن / نظر دهید
2022-06-19 06:23:50 Yuvirajsinh Jadeja:
*મિત્રો પૂરો લેખ વાંચજો અને સારો લાગે તો કોઇ પણ ફેરફાર કર્યા વિના આગળ પણ મોકલજો*

*માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે.*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial

*માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે.પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???*

* પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.*

લેખકો-કવિઓએ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.

સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.

* પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ????*

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.

માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.

* પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણ કે નાના ભાઈ-બહેનોને સાચવવાના હોય છે,* પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણ કે, બહેનને આધાર આપવાનો હોય છે.

* પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.*

* જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.*

* દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.*

* રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.*

* પિતાના ઠેક-ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.*

* તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે, ”આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.*

* તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા-દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે.*

* સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને જ દાઢી કરી લેતાં હોય છે.*

* પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી...*

* પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે, કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.*

* પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે,પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટ રૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.*

* પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.*

* જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણ કે, ઘરના કર્તા-હર્તા જીવંત છે.*

* જો તેઓ કંઈપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તા-હર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.*

* માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે. એટલે કે, પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.*

* કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે.* કારણ કેબાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ....ગુપચુપ જઈને પેંડા-પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

* બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે.....પણ, હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.*

* કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે....પિતાએ જ જવું પડે છે.*

* પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ.. પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે, તો ભલે.. ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.*

* યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે... પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.*

* દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક-ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ?

* પિતાનું મહત્વ કોને સમજાય છે ?*
**************

* બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે.*

તેને એક-એક વસ્તુ માટ
3.3K views03:23
باز کردن / نظر دهید