Get Mystery Box with random crypto!

જ્ઞાન સારથિ

لوگوی کانال تلگرام gyansarthi — જ્ઞાન સારથિ
لوگوی کانال تلگرام gyansarthi — જ્ઞાન સારથિ
آدرس کانال: @gyansarthi
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 131.74K
توضیحات از کانال

👉આ ગ્રુપ માત્ર ગુજરાતી લોકો માટે છે કે જેઓ સરકારી પરીક્ષા ની તૈયારી કરે છે
👉અહીંયા pdf mp3 વગેરે જેવી ફાઇલ્સ મોકલવામાં આવે છે
👉ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 8

2022-06-21 16:53:40
Today’s update for PSI - LPA
25.0K views13:53
باز کردن / نظر دهید
2022-06-21 15:05:19 * કચ્છની લોકવાર્તા *
https://telegram.me/gyansarthi/73440
25.9K views12:05
باز کردن / نظر دهید
2022-06-21 15:02:03 ભારતીય સંગીત
#GPSC
સંગીતનું મહત્વ, લાક્ષણિકતા,
તમામ સંગીત વાદ્યો,
સંગીત ઘરાણા.
સંગીત સાથે જોડાયેલા તમામ દિગ્ગજ સંગીતકારો.
https://t.me/gyansarthi
@gyansarthi
25.6K views12:02
باز کردن / نظر دهید
2022-06-21 15:02:02 Yuvirajsinh Jadeja:
Yuvirajsinh Jadeja:
* જ્ઞાન વાંચ્છુઓ માટે જ્ઞાનવર્ધક લેખની PDF *
* નમસ્તે મિત્રો *
જી.પી.એસ.સી 1/2 ની પ્રિલીમનરી પરીક્ષા મા એક ટોપિક છે..
(ખ)સાંસ્કૃતિક વારસો.
મુદ્દા નંબર (4)
ભારતીય સંગીત અને તેનું મહત્વ

* આ ટોપિક વિશે પ્રાઈવેટ પબ્લિકેશન પુસ્તકોમાં બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે...અને જે ઉપલબ્ધ છે તેમાં ઘણી બધી ભૂલો પણ છે..*

* આવનારા જી.પી.એસ.સી પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી મુદ્દો રહશે*

અગાઉ પણ આ ટોપીક પરથી 4 થી 6 પ્રશ્નો પૂછાયેલા છે...

PDF સ્વરૂપે આં મટીરીયલ જ્ઞાન સારથિ ચેનલ પરથી મેળવી શકો છો...

* આ PDF ની માહિતી ઓથેંટીક અને વિશ્વાસપાત્ર છે...*

https://t.me/gyansarthi
* યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

* PDF ના મહત્વના મુદ્દાઓ *

ભારતનું શાસ્ત્રીય સંગીત અને તેનું મહત્વ..

સંગીતની વિભિન્ન શૈલીઓ
(ધ્રુપદશૈલી,,, ખયાલશૈલી, ઠુંમરીશૈલી.......)

ભારતીય સંગીતના અલગ અલગ ઘરાણા
(જેમ કે .....આગ્રા ઘરાણું,,જયપુર ઘરાણું, ગ્વાલિયરઘરાણું , પતિયાલા ઘરાણું, કિરણ! ઘરાણું,. વગેરે......)

વાદ્ય સંગીતના ઘરાણું

ભારતીય સંગીતના તમામ પ્રકારના વાદ્યો (રંગીત ચિત્રો સાથે)
અને તમામ વાદ્યો નો ઉપયોગ અને તેની લાક્ષણિકતા....
તમામ તંતુવાદ્યો , સુશિર વાદ્ય,
( જેમકે રુદ્રવિના, તાનપૂરો,. સુરબહર,સિતાર , વિચિત્રવીણા ,........)
મિત્રો અમુકલોકો એ તો આં પ્રકારના વાદ્યો ના નામ પણ નહિ સાંભળેલા હોઈ

તથા બીજા વાદ્યો જેવા કે સરોદ, સારંગી, સંતુર, ઈશરાજ,

સુષિર વાદ્યો સરનાઈ,વાંસળી, હાર્મોનિયમ, પખવાજ........

સંગીત સેત્રે કર્ણાટકી સંગીત નું ખાસ પ્રદાન રહેલ છે. કર્ણાટકી સંગીત વાદ્યો નું પણ ખબુ મહત્વ છે ...માટે તેની પણ ખૂબ રોચક માહિતી. PDF મા આપેલ છે ..

* આ સંગીતશેત્રો સાથે જોડાયેલા તમામ દિગજ કલાકારો વિશે ખૂબ જ પરિક્ષાલક્ષી ઉપયોગી માહિતી...
(જેમ કે ઠાકુર જયદેવસિંઘ, બાલમુરલીકૃષ્ણ, પંડિત જસરાજ,ભીમસેન જોશી, યશવંત પુરોહિત, દતત્રેય પલુસ્કર...........)*

(જેમને પણ અતુલ્ય ભારત પુસ્તક ના ખરીદી હોઈ તે જરૂર ખરીદે, ઝેરોક્ષ પણ મળે છે માર્કેટમાં 300 RS મા ...)

* યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
https://t.me/gyansarthi
24.4K views12:02
باز کردن / نظر دهید
2022-06-21 15:01:21 #GPSC
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
આવનાર GPSC અને DYSO પરિક્ષા માટે ઉપયોગી અને વિશ્વસનીય PDF
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gyansarthi
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
15.4K views12:01
باز کردن / نظر دهید
2022-06-21 15:01:20 મંત્રનું માહાત્મ્ય અનેરું છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી માણસ ક્યારેય કમોતે મરતો નથી. એનું જીવન સ્વસ્થ અને દીર્ઘાયુ હોય છે. જો આ મંત્રનો શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગરાગિણીઓ સાથે વિશેષ પ્ર

કારે દર્દી સમક્ષ રજૂ કરવામાં આવે તો એનો વિશેષ ફાયદો થાય જ છે.

* અલગ અલગ રોગોમાં અલગ અલગ રાગ પર આધારિત મૃત્યુંજય મંત્રનો સંગીતબદ્ધ કરીને એનાં વિવિધ રોગના દર્દીઓ સમક્ષ અસરકારક રીત રજૂ કરવામાં આવે છે.*

* કુંતીએ પણ આ મંત્રજાપ સાથે બાળકોનો જન્મ આપ્યો હતો. જો કે નવી પેઢીનાં યુવકયુવતી એવો વિચાર જરૂર આવે કે સતયુગમાં આ મંત્રની તાત્કાલિક અની નોંધપાત્ર અસર થતી હોય તો આજે કેમ એ અસર દેખાતી નથી. એમના મનમાં ઊઠતો આ સંશય સાવ ખોટો પણ નથી.*

* જો ઉચિત સ્થાન પર યોગ્ય દિશામાં બેસીને શ્ર્વાસના ઉચિત આરોહ-અવરોહ સાથે આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો એની ધારી અસર થાય જ છે. ખાસ કરીને જે સ્ત્રી ગર્ભવતી હોય એમના માટે આ મ્યુઝિક થેરપી ખૂબ ઉપયોગી છે.*
* જ્યારે અભિમન્યુ સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે સુભદ્રાએ સાત કોઠાના ચક્રવ્યૂહની કથા સાંભળી હતી. જે ગર્ભમાં રહેલા અભિમન્યુએ પણ સાંભળી હતી અને એથી જ એ છ કોઠાનો ચક્રવ્યૂહ જન્મ પહેલાં જ સમજી ચૂક્યો હતો, પરંતુ સાતમા કોઠાની કથા સાંભળતી વખતે સુભદ્રાને ઝોકું આવી જતાં અભિમન્યુ સાતમા કોઠાનો ભેદ સાંભળી શક્યો નહોતો. જેને કારણે યુદ્ધમાં સાતમા કોઠામાં પહોંચ્યા બાદ એને બહાર નીકળવાનો રસ્તો ના સુઝતાં એનું મૃત્યુ થયું હતું.*

આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત ગણી શકાય એમ છે. આજે પણ જો ગર્ભસ્થ શિશુને સારા સંસ્કાર આપવામાં આવે તો એ જરૂરથી એ ગ્રહણ કરે છે. ખાસ કરીને ગર્ભસ્થ શિશુનો મધુર સંગીત અને રાગરાગિણીઓ સંભળાવવામાં આવે તો એના વિકાસમાં ઑજરૂર ફાયદો થાય છે. ત્રીજા મહિનાથી ગર્ભવતી મહિલાને મ્યુઝિક થેરપી આપવાની શરૂઆત કરવામાં આવે છે. જેને કારણે ગર્ભવતી સ્ત્રી સિઝેરિયનથી બચી જાય છે અને એની નોર્મલ ડિલિવરી થાય છે.

*' જોગિયા, મલ્હાર, ભૈરવી અેના દરબારી જેવા રાગો માત્ર સાંભળવા પૂરતા જ મર્યાદિત નથી, પરંતુ દર્દીના ઓપરેશન બાદ સાજા થવામાં તેમ જ બીમારી અટકાવવામાં મદદરૂપ થાય છે. સંગીતની આ અસર હવે ઘણી હોસ્પિટલ અના ક્લિનિક્સમાં પણ જોવા મળે છે. જ્યાં મંદ અવાજમાં હળવું સંગીત વાગતું હોય છે.*
*મ્યુઝિક થેરપીથી દર્દીઓને રાહત આપનારા થેરપિસ્ટોએ કેટલાક રાગોના વિવિધ રોગ મટાડવા માટે પસંદ કર્યા છે.*

* જેમાં રાગ ભૈરવી અસ્થમા, શરદી અને અનિદ્રા જેવા રોગ મટાડી શકે છે.*
* રાગ મલ્હાર, સોરઠ અને જયજયવંતી માનસિક તાણ દૂર કરી શકે છે. રાગ સારંગથી માથાનો દુ:ખાવો દૂર કરી શકાય છે. જ્યારે રાગ દરબારી સાંભળવાથી હૃદય સંબંધી રોગોનું નિવારણ થાય છે. પેટના રોગો માટે રાગ પંચમ અને યાદશક્તિ વધારવા માટે રાગ શિવરંજની ખૂબ મદદરૂપ થાય છે.* સંતાનસુખની પ્રાપ્તિ માટે તમ જ સ્વસ્થ બાળકના જન્મ માટે પણ મ્યુઝિક થેરપી ઉપયોગી છે.

* હવે કેટલીક સરકારી હોસ્પિટલોમાં પણ મ્યુઝિક થેરપી શરૂ કરવામાં આવી છે. પટનાની જેલમાં પણ મ્યુઝિક થેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ સવારે છથી સાડાસાત વાગ્યા દરમિયાન ધાર્મિક અને સાંજે છથી સાત વાગ્યા દરમિયાન દેશભક્તિનાં ગીતો વગાડવામાં આવે છે. આ પ્રયોગથી કેદીઓની વર્તણૂકમાં સકારાત્મક અસર જોવા મળી છે.*

* સંગીતના વિવિધ રાગોથી દીપક પ્રજ્વલિત થાય અને મલ્હાર રાગથી વરસાદ વરસે એવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ આજે શાસ્ત્રીય રાગો અને સુગમ સંગીતની મદદથી સારવાર થતી આપણે જોઈ અેને અનુભવી શકીએ છીએ.*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
15.5K views12:01
باز کردن / نظر دهید
2022-06-21 15:01:19 Yuvirajsinh Jadeja:
*મિત્રો પૂરો લેખ વાંચજો અને બીજા ને પણ મોકલીને જાગૃત કરજો*

* વિદેશી સંગીતના ઘોંઘાટમાં ભારતીય શાસ્ત્રીય સંગીત દબાઈ ગયું*

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
* આજની પેઢી માટે સંગીત એટલે રોક, પાપ, જૅઝ વગેરે પણ એક જમાનો એવો હતો જ્યારે તાનસેન રાગરાગિણીઓ છેડતા અને વાતાવરણ બદલાઈ જતું.*
* તેઓ મલ્હાર રાગ ગાતા અને આકાશમાં વાદળોની ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસવા લાગતો.*
એક સમયે તાનસેન દીપક રાગ ગાયો અને એમના રોમ રોમમાં અગન બળતરા થવા લાગી હતી. આ બળતરાથી વ્યાકુળ થઈ ગયેલા સંગીત સમ્રાટ તાનસેન માટે એક એક શ્ર્વાસ લેવો ભારે થઈ ગયો હતો.

* એવામાં એમને જાણવા મળ્યું કે ગુજરાતના વડનગરની બે બહેનો તાનારીરી સંગીતમાં નિપુણ છે અને આખા ભારતવર્ષમાં એકમાત્ર એ બે બહેનોમાં જ એટલી ક્ષમતા છે કે તેઓ પોતાના ગાયનના માધ્યમથી દિપક રાગથી દાઝેલી વ્યક્તિની બળતરા ઓછી કરે. *

* ભારતના સંગીત સમ્રાટ તાનસેન માટે આટલી જાણકારી પૂરતી હતી. તેઓ એક ઘડીનો પણ વિલંબ કર્યા વિના વડનગર પહોંચી ગયા હતા અને તાનારીરીના ઘરે જઈ પહોંચ્યા હતા. અહીં એમની ખૂબ ઉમળકાભેર આગતાસ્વાગતા કરવામાં આવી હતી અન્ો ત્યારબાદ સંગીતજ્ઞ બહેનો તાનારીરીએ તાનસેન પર થયેલી દીપક રાગની બળતરા ઓછી કરવા માટે મલ્હાર રાગ છેડ્યો હતો. એમના કંઠમાંથી મલ્હાર રાગના સુર વહેતાંની સાથે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને થોડી જ ક્ષણોમાં વાદળ મન મુકીને વરસી પડ્યાં હતાં. *

* વરસતા વરસાદમાં તાનસેનની બળતરા અલોપ થઈ ગઈ હતી. તેઓ તાનારીરીના સંગીતના જ્ઞાનથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા અન એમણે તાનારીરીને એવા આશીર્વાદ આપ્યા હતા કે ભારતવર્ષમાં સંગીતની દુનિયામાં એમનું નામ રોશન થશે. આ વાત આજે અક્ષરશ: સાચી પડી છે.* ભારતમાં તાનસેન ની પહેલાં અેના પછી અનેક નામી સંગીતકારો થઈ ગયા છે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનો વિશ્ર્વના ફલક સુધી પહોંચાડ્યું છે.

* સંગીતની અસરથી જગતને વાકેફ કરનારા ભારત દેશમાં સંગીતની મદદ થકી સ્વાસ્થ્યપ્રદ રહેવાનો પ્રયોગ આમ તો કંઈ નવો નથી, પરંતુ વચ્ચે એક સમયગાળો એવો આવી ગયો કે જ્યારે લોકો ભારતીય શાસ્ત્રીય સંગીતનો વીસરી ગયા હતા અથવા એકમ કહીએ કે વિદેશી સંગીતના ઘોંઘાટમાં ભારતીય શાસ્ત્રીય સંગીત દબાઈ ગયું હતું. હવે સમયમાં બદલાવ આવ્યો છે. જો કે આજે પણ નવી પેઢીને તો પશ્ર્ચિમી સંગીતનું જ વળગણ છે, પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા લોકો આપણા શાસ્ત્રીય સંગીતનો જિવાડવાનો સફળ પ્રયત્ન કરી રહૃાા છે.*
અરે! અમુક લોકોએ તો શાસ્ત્રીય સંગીતના આધારે વિવિધ રોગોની સારવાર કરવાનું શરૂ કર્યું છે અને એમાં એમને સફળતા પણ મળી છે. હવે તો રશિયા, કેનેડા અને અમેરીકા જેવા પ્રગતિશીલ દેશોએ પણ ભારતની પ્રાચીન સંગીત ચિકિત્સા પદ્ધતિ અપનાવી છે અને આ દિશામાં વિવિધ સંશોધનો પણ કર્યાં છે.

* આમ તો ભારતનાં વિવિધ રાજ્યોમાં મ્યુઝિક થેરપી વડે દર્દીઓને વિવિધ રોગોમાં સારવાર આપવામાં આવે જ છે અન્ો ગુજરાત પણ એમાંનું જ એક રાજ્ય છે. ભારતીય સંગીતમાં એટલી તાકાત છે કે એના સાત સ્ાૂરોની કારીગરીથી ભલભલા રોગો ભાગી છૂટે છે. આ સાબિત થયેલી વાત છે. આમ તો તમામ પ્રકારના હઠીલા રોગોની સારવાર માટે મ્યુઝિક થેરાપી કારગત નીવડી છે, પરંતુ માનસિક રોગોની સારવાર કરવામાં આ મ્યુઝિક થેરપી ખૂબ ઉપયોગી છે.*

* હાઈપર ટેન્શન, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા જેવા રોગોમાં મ્યુઝિક થેરપીથી ખૂબ ફાયદો થાય છે. આવા હઠીલા માનસિક રોગોથી મુક્તિ મેળવવા માટે વર્ષો સુધી એલોપથીની દવાઓ કરાવ્યા બાદ પણ દર્દીન્ો ફાયદો થતો નથી, પરંતુ આવા દર્દીઓ મ્યુઝિક થેરપીનો ઉપયોગ કરે તો એમન્ો જરૂર ફાયદો થાય છે.*

સંગીત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર નયન વૈષ્ણવે મહામૃત્યુંજય મંત્રનો એવી રીતે સંગીતબદ્ધ કર્યો છે કે સાંભળનાર દર્દીને એનાથી ભલભલા રોગમાં રાહત મળે છે. વિદેશમાં પણ એમની નોંધ લેવામાં આવી છે. આજે તો તેઓ માત્ર ગુજરાતનાં વિવિધ શહેરોમાં જ મ્યુઝિક થેરપીથી દર્દીઓને સારવાર આપે છે,

* સંગીતના વિવિધ રાગ, મહામૃત્યુંજય મંત્ર મ જ યોગવિદ્યાના સમન્વયથી એક રાગ અમૃત ત્ૌયાર કરવામાં આવ્યું છે. વિવિધ રોગ અને એની ગંભીરતા જાણ્યા બાદ આ રાગ અમૃત થકી દર્દીન્ો રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. વ્યક્તિનો રોગ જાણ્યા બાદ એન્ો યોગની મુદ્રામાં બ્ોસાડવામાં આવે છે. એ પછી એને આલ્ફા તરંગમાં લઈ જવામાં આવે છે જેથી દર્દીનું શરીર સંગીત તેમ જ મંત્રોન્ો વધુમાં વધુ પ્રમાણમાં ગ્રહણ કરી શકે અાને તેની વધુમાં વધુ અસર થાય.*

મ્યુઝિક થેરપીમાં રાગરાગિણીઓ જ મહત્ત્વની છે. આમ છતાં એમાં મૃત્યુંજય મંત્રનું સંમિશ્રણ કરવાથી વિશેષ લાભ મળે છે. આ મંત્ર અાને સંગીતની સાથે દુર્લભ એવા એના બીજ મંત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહા મૃત્યુંજય
13.1K views12:01
باز کردن / نظر دهید
2022-06-21 15:01:19 વાંસળી, વાયોલા, હોર્ન, ઓલ્ટો હોર્ન*

* ટેનોર સાધનોઃ ટ્રોમ્બોર્ન, ટેનોર સેક્સોફોન, બાઝ ટ્રમ્પેટ*

* બારિટોન સાધનોઃ બાસૂન, ઇન્ગલિશ હોર્ન,*
* બારિટોન સેક્સોફોન, બારિટોન હોર્ન, બાઝ ક્લેરનેટ, સેલો, યુફોનિયમ, બાઝ ટ્રોમ્બોને*

* બાઝ સાધનોઃ કોન્ટ્રા બાસૂન, બાઝ સેક્સોફોન, ડબલ બાઝ, ટ્યુબા.*

* કોન્ટ્રાબાઝ સાધનોઃ કોન્ટ્રાબાઝ સેક્સોફોન, કોન્ટ્રાબાઝ બ્યુગલ*

કેટલાંક સાધનોનું વર્ગીકરણ એક કરતાં વધારે શ્રેણીમાં કરવામાં આવે છે. દા. ત. સેલોનો સમાવેશ ટેનોર અથવા તો બાઝ સાધન તરીકે કરી શકાય. તેનો આધાર તે સંગીતનાં ટુકડામાં કેવી રીતે બંધ બેસે છે તેના ઉપર રાખવામાં આવે છે. તેવી જ રીતે ટોમબોનનો સમાવેશ ઓલ્ટો, ટેનોર અથવા બાઝ સાધનની શ્રેણીમાં કરી શકાય અને ફ્રેન્ચ હોર્નનો સમાવેશ બાઝ, બારિટોન, ટેનોર અથવા ઓલ્ટોની શ્રેણીમાં કરી શકાય. તેનો આધાર તે કઈ રેન્જ ઉપર વાગે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

* સંગીતનાં સાધન ની બનાવટ કે તેનો ઉપયોગ*
* સંગીતનાં સૂરો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે જોઇએ તો જે વસ્તુ અવાજ ઉત્પન્ન કરી શકે છે તેને સંગીતનાં સાધન તરીકે ગણાવી શકાય. સંગીતનાં સાધનોનો ઇતિહાસ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી શરૂ થયો છે તેમ ગણાવી શકાય. સંગીતનાં સાધન ઉપર કરવામાં આવનારા અભ્યાસને ઓર્ગેનોલોજી તરીકે ઓળખવામાં આવે છે.*

* સંગીતનું પ્રથમ સાધન કયું તે અંગે અનેક વિવાદાસ્પદ વાતો છે. પ્રથમ સંગીતનું સાધન અંદાજે 7,000 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ સાધનને 37,000 વર્ષ જૂની વાંસળી સાથે સરખાવવામાં આવે છે. જોકે, મોટાભાગના ઇતિહાસકારો એમ માને છે કે સંગીતનાં પ્રથમ સાધનની શોધ ક્યારે થઈ તે અંગે ચોક્કસપણે જણાવી શકાય નહી કારણ કે સંગીતનાં દરેક સાધનની વ્યાખ્યા અલગ-અલગ છે.*

* વસતી ધરાવતા દુનિયાના વિવિધ પ્રાંતોમાં સંગીતનાં સાધનો સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવ્યા છે. જોકે, જેમ-જેમ માનવ સંસ્કૃતિઓનો વિકાસ થતો ગયો તેમ-તેમ દરેક સંસ્કૃતિએ જે જગ્યાનાં મૂળ સાધનો હતાં તેનાથી દૂરના પ્રાંતનાં સાધનો અપનાવ્યા. મધ્યકાલિન યુગનાં મેસોપોટેમિયાનાં સાધનો તમે મલય દ્વિપસમૂહની સંસકૃતિમાં જોઈ શકો છો અને યુરોપીયનો ઉત્તર અમેરિકાનાં સાધનો વગાડતાં હતાં. અમેરિકામાં વિકાસ ધીમી ગતિએ થતો હતો, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાની સંસ્કૃતિમાં સંગીતનાં સાધનોનું આદાન-પ્રદાન અને વહેંચણી થતી હતી.*

સંગીતનું પ્રથમ સાધન કોણે અને ક્યારે શોધ્યું તે અંગેનું સંશોધન કરતાં કરતાં સંશોધનકારોને વિશ્વના ઘણા ભાગોમાંથી સંગીતનાં સાધનોના પુરાતત્વ વિષયક પુરાવાઓ હાથ લાગ્યા છે. કેટલાક લોકોને 67,000 વર્ષ જૂનાં સાધનો હાથ લાગ્યાં છે પરંતુ તે સંગીતનાં જ સાધનો છે કે કેમ તે અંગે અનેક વિખવાદો છે. એક બિંદુ ઉપર લોકો એકત્રિત થયા છે અને એમ માનવામાં આવે છે કે સંગીતનું પ્રથમ સાધન 37,000 વર્ષ કે તેના કરતા વધારે જૂનું છે. આ સાધનને આર્ટિફેક્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ સાધન ટકાઉ કાચા માલમાંથી અને ટકાઉ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે તેના કારણે તે આટલાં વર્ષો સુધી ટકી રહેવા પામ્યું છે. અત્યાર સુધી જે નમૂનાઓ મળ્યા છે તેમને અખંડનક્ષમ રીતે સંગીતનાં જૂનામાં જૂનાં સાધન તરીકે ન ગણાવી શકાય.

* યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩ *
https://t.me/gujaratimaterial
12.7K views12:01
باز کردن / نظر دهید
2022-06-21 05:14:53
15.7K views02:14
باز کردن / نظر دهید
2022-06-21 05:14:52 World News-Jun 20, 2022
https://newsonair.gov.in/writereaddata/Broadcast/Daily/2022/Jun/World-News-WN-202262154920.mp3
15.6K views02:14
باز کردن / نظر دهید