Get Mystery Box with random crypto!

જ્ઞાન સારથિ

لوگوی کانال تلگرام gyansarthi — જ્ઞાન સારથિ
لوگوی کانال تلگرام gyansarthi — જ્ઞાન સારથિ
آدرس کانال: @gyansarthi
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 131.74K
توضیحات از کانال

👉આ ગ્રુપ માત્ર ગુજરાતી લોકો માટે છે કે જેઓ સરકારી પરીક્ષા ની તૈયારી કરે છે
👉અહીંયા pdf mp3 વગેરે જેવી ફાઇલ્સ મોકલવામાં આવે છે
👉ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 3

2022-06-23 18:54:59
#LRD #PSI
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gyansarthi
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
27.6K viewsedited  15:54
باز کردن / نظر دهید
2022-06-23 17:38:36




5 મિનિટમાં લાઈવ મળીયે.
યુયુત્સુ
29.7K views14:38
باز کردن / نظر دهید
2022-06-23 17:35:37 સબ ઓડિટર ના મહેનતુ વિદ્યાર્થીઓ તમારું મૌન તમને ક્યારેય તમારી મહેનત નો રોટલો મળવા નહીં દે. આટ આટલા પુરાવા તમને ભેગા કરીને આપ્યા છે... એક એક પુરાવો ટકોરા જેવો છે. પીડિત તો અવાજ ઉઠાવો... પ્રિલિમ પરીક્ષાનું પુરે પૂરું પેપર આવી ગયું હતું મેરુ વિલાસ માં..25 થી…
31.0K views14:35
باز کردن / نظر دهید
2022-06-23 17:28:06 #GSSSB #SelectionList
Advt. No.189/202021
List Of Candidates Called For Document Verification For the Post Of SUB-ACCOUNTANT / SUB-AUDITOR CLASS-3
29.7K views14:28
باز کردن / نظر دهید
2022-06-23 16:21:12



મળીયે 8 વાગે લાઈવ
30.2K views13:21
باز کردن / نظر دهید
2022-06-23 16:13:12 https://twitter.com/YAJadeja/status/1539958411483381761?t=kqGDoQqBN3S8l0arTHIJSA&s=09
29.8K views13:13
باز کردن / نظر دهید
2022-06-23 11:02:34 સમાજ પાસેથી મદદ મંગાવી પડે એવુ લાગી રહ્યું છે...

માટે આ group માં તમે જ્ઞાતિ, સમાજના ઉમેદવારો છે જેમને પિટિશન કરી છે..

તેવા pititioner પોત પોતાના સમાજના આગેવાનને મળો અને ફંડ માટે જે પણ આપી શકે તે માટે રજુઆત કરો.

પટેલ સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, દરબાર સમાજ, આહીર સમાજ, કોળી સમાજ,, વણકર સમાજ, અને અન્ય સમાજ અને જ્ઞાતિ નાં પિટિશન કરનાર ઉમેદવારો...

થોડા જાગ્રત થાવ અને સમય કાઢો
આળસુ નાં બનો
આપડા ભવિષ્ય માટે છે.

આવા સમયે સમાજ સાથ આપે.. પણ એના માટે મેહનત કરવી પડે...


માટે દરેક આ વાતને ગંભીરતાથી લે... અને
મેહનત કરો આ બાબતે...
7.2K views08:02
باز کردن / نظر دهید
2022-06-23 10:57:31 ખાસ નોંધ

28/6 નાં રોજ આપડી LPA ની hearing માં સાલીન મેહતા sir ને લાવવા માંગતા હોઈ તો મેહરબાની કરીને per petitioner 2000 rs pay કરવાનાં છે.

મારે sir સાથે vat થાઈ અને મેં એમને સ્પષ્ટ કહ્યું કે અમારા 285 પિટિશનરનાં પૈસા આવ્યા છે.... તો એમને હુ લિસ્ટ મોકલીશ જે એમને કહ્યું છે..

તમે જે અત્યાર સુધી seriously નથી લીધું તેના એક માત્ર જવાબદાર તમે હશૉ, હુ સ્પષ્ટતા કરી દવ કે તમારા નામ LPA માં નાં હોઈ અને એવુ બને કે પિટિશનર ને બેસવા દે... ત્તયારે મને એક પણ pititioner એવુ કેહતા નઈ કે અમારા નામ કેમ નથી, તમને મેં બઉં કહ્યું.

9 તારીખે LPA માં સમય ઓછો હતો અને માત્ર 20 કલાક માં LPA કરવાની હતી એટલે જે ફંડ આવ્યું એમાંથી બધા નાં નામ add કરવા પડ્યા હતા,, આવું બીજાંનુ સારું કરવા જતા, આજે અમને ખબર પડી કે એવું ભલાઈનુ કામ નાં કરાય.. અમારા થી ભૂલ થાઈ હોઈ એવુ લાગે છે...
Bcz જેમને 1500 આપ્યા હતા અને તમારા બધાનાં નામ add થયાં તો તમારે એમનો આભાર માનવો પડે અને અત્યરે તમારી નૈતિક ફરજ સમજી 2000 rs pay કરવા પડે..

આ છેલ્લી વાર છે... તમે સમજદાર હસો અને psi બનવાની ઈચ્છા હશે
તો તમે 2000 pay કરજો.. બાકી તમારી ઈચ્છા...

અત્યાર સુધી લડ્યા છો અને છેલ્લે સાલીન મેહતા જેવા વકીલ આપડી argument કરવાનાં છે ઈ પણ 2000 rs..... જરાં વિચાર કરજો.....


છેલ્લી સ્પષ્ટતા

28 તારીખે તમારા નામ નાં હોઈ તો મારી કે મારી ટીમની કોઈ જવાબદારી નહિ રહે.. મને કે મારી ટીમને કોઈએ ત્તયારે call કે મેસેજ કરવો નહિ..
કોઈને પણ જવાબ નહિ મળે.......


સાથ સહકાર આપો
આપડે પેમેન્ટ બાબતે ટાર્ગેટ થી ઘણા દૂર છીએ.....
8.4K views07:57
باز کردن / نظر دهید
2022-06-23 08:41:09 _*2 વાર્તાઓ*_

1. નોકિયાએ એન્ડો્ઇડને ના સ્વિકાર્યુ.
2. યાહૂએ ગુગલને નકારી દીધી.
વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*
● જોખમો લો
● બદલાવને સ્વીકારો
● તમે સમય સાથે બદલતા નથી તો તમે નાશ પામી શકો છો.

_*2 વધુ વાર્તાઓ*_

1. ફેસબુકે વોટસ્ અપ અને ઇન્સટાગ્રામ ખરીદી લીધી.
2. ફ્લિપકાર્ટે મંત્રા ખરીદી લીધી અને ફ્લિપકાર્ટે ખરીદેલ મંત્રાએ જબોંગ ખરીદી લીધી.
વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*
● તમારા પ્રતિસ્પર્ધીઓને તમારા સાથીદાર બનાવી બને તેટલા વધુ શક્તિશાળી બનો.
● ટોચ સુધી પહોંચો અને પછી સ્પર્ધા ના કરશો.
● હંમેશા નવુ નવુ અપનાવતા/શિખતા રહો.

_*2 વધુ વાર્તાઓ*_

1. કર્નલ સેન્ડર્સે 65 વર્ષની વયે કેએફસી(KFC) ની સ્થાપના કરી હતી.
2. જેકમા, જેમને કેએફસી(KFC) માં નોકરી ના મળી, અને અલીબાબા કંપની શરૂ કરી.
વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*
● ઉંમર એ ફક્ત એક આંકડો છે.
● માત્ર તે જ સફળ થાય છે જે સતત પ્રયત્નો કરતાં રહે છે.

_*અને છેલ્લે*_
લમ્બોર્ગીનીની સ્થાપના એક ટ્રેક્ટરના માલિકે બદલો લેવાની ભાવનાથી કરી હતી કારણ કે તેમનુ અપમાન ફેરારીના માલિક એન્ઝી ફેરીરીએ કર્યુ હતુ.
વાર્તા પુરી થઇ

*શું શીખ્યા?*
● ક્યારેય કોઈપણ વ્યક્તિને નાનો ન સમજશો!!
● સફળ થઇ ને સાબિત કરવુ એજ શ્રેષ્ઠ બદલો છે.

◆ સખત મહેનત કરો!
◆ તમારા સમયનુ યોગ્ય રોકાણ કરો!!
◆ શું તમે કામ માં ખુશ છો.!!!
◆ નિષ્ફળતાથી ગભરાશો નહી!!!

*# સોચ બદલો*
*# ખુદકો બદલો*
*# દુનિયા બદલો*
16.6K views05:41
باز کردن / نظر دهید
2022-06-23 08:41:05
ગિજુભાઈ બધેકાએ આમ તો બહુ બધી વાર્તાઓ લખી છે પરંતુ આજે હુ યુવરાજસિંહ જાડેજા એને શ્રધ્ધાંજલી આપતા મારા બાળપણની એક પ્રિય વાર્તા જે એને લખેલી છે..

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

ચકી –ચકાની વાર્ત

એહ હતી ચકીને એક હતો ચકો . ચકી લાવી ચોખાનો દાણોને ચકો લાવ્યો દાળનો દાણો.

ચકલીએ તો એની ખીચડી રાંધી , ચૂલે ખીચડી મૂકીને ચકલીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ : “ જરા ખીચડી સંભાળજો , દાઝી ન જાય . “

ચકલો કહે : “ઠીક”

ચકલી ગઈ એટ્લે ચકલાભાઈ તો કાચીપાકી ખીચડી ખાઈ ગયા .

ચકલીને ખબર ન પડે એટ્લે ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂતા .

ત્યાં તો ચકલીબાઈ પાણી ભરીને આવ્યાં , ચકલાએ તો અંદરથી બારણાં વાસી દીધાં હતાં .

ચકી : “ચકારાણા , ચકારાણા ! જરા બરણાં ઉઘાડો .”

ચકો કહે : “ મારી તો આંખો દુખે છે તે હું તો પાટો બાંધીને સૂતો છું . તમે હાથ નાખીને

ઉઘાડો .”

ચકી કહે : “ પણ આબેડું કોણ ઉતારશે ? “

ચકો કહે : “ કટૂરિયો ફોડી નાખો ને કુલડી ઉતારી ઘરમાં આવો .”

ચકીએ તો કટૂરિયો ફોડી નાખ્યો ને કુલડી ઉતારી ઘરમાં ગઈ . જ્યાં રાંધણિયામાં જઈને ખીચડી સંભાળવા જાય ત્યાં તો તપેલીમાં ખીચડી ન મળે !

ચકી કહે : “ ચકારાણા , ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ? “

ચકો કહે : “ અમને તો કાંઈ ખબર નથી . રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે . “

ચકલી તો રાજા પાસે ફરિયાદે ગઈ . જઈને કહે : “ રાજાજી ,રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી કેમ ખાઈ ગયો ?

કૂતરો કહે : “ બોલાવો કાળિયા કૂતરાને . ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?

કૂતરો કહે : “ મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.”

રાજા કહે : “ બોલાવો ચકાને .”

ચકો આવ્યો ને કહે : “ મેં ખીચડી નથી ખાધી .કૂતરાએ ખાધી હશે .”

રાજા કહે : “એલા , સિપાઈ ક્યાં છે ? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો , એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે .”

કૂતરો કહે : “ ભલે , ચીરો મારું પેટ ; ખાધી હશે તો નીકળશે ના ? “

પણ ચકલો બીનો . ખીચડી તો એણે જ ખાધી હતી . એ તો ધ્રુજવા માંડ્યો અને બોલ્યો : “ ભાઈ-શા’બ ! ખીચડી તો મેં ખાધી છે . એક ગુનો માફ કરો.

રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો .

ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી . ત્યાં એક ગાયોનો ગોવાળ નીકળ્યો .

“ એ ભાઈ ગાયોનો ગોવાળ .

ભાઈ ! ગાયોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું . “

ગાતોના ગોવાળ કહે : “બાપુ ! હું કાંઈ નવરો નથી તે તારા ચકલાને કાઢું . હું તો મારે આ ચાલ્યો .”

એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો . ચકલી તો કોઈ નીકળે એની રાહ જોતી બેઠી .

ત્યાં ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો .

“ એ ભાઈ ભેંશોના ગોવાળ .

ભાઈ ! ભેંશોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું ‘

ભેંશોના ગોવાળ કહે : “ હું ક્યાં નવરો છું તે તારા ચકારાણાને કાઢું ? “

એમ કહીને ભેંશોનો ગોવાળ પણ ચાલ્યો ગયો .

ચકી તો વળી કોઈની વાટ જોતી બેઠી . ત્યાં બકરાંનો ગોવાળ નીકળ્યો . ચકલી બકરાંના ગોવાળને કહે :



“ એ ભાઈ બકરાંના ગોવાળ.

ભાઈ ! બકરાંના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું .”

બકરાંનો ગોવાળ કહે : “ હું કાંઈ નવરો નથી તે તારા ચકાને કાઢું . હું તો મારે આ ચાલ્યો .”

એમ કહીને બકરાંનો ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો .

ચકલી તો બેઠી . ત્યાં સાંઢિયાની ગોવાળણ નીકળી . ચકલી કહે બ:

“ એ ભાઈ સાંઢિયાની ગોવાળણ .

ભાઈ ! સાંઢીયાની ગોવાળણ !

મારા ચકારાણા ને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું .”

સાઢિંયાની ગોવાળણને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી કાઢ્યો .

ચકલી કહે : “ ચાલો બહેન ! હવે ઘેર જઈને ખીર ને પોળી ખવરાવું

ગોવાળણ તો ઘેર આવી.

ચકલીએ તો ખીર ને પોળી ખંતથી કર્યા . પણ ચકલો લુચ્ચો હતો . એણે તો એક લોઢી તપાવીને લાલચોળ કરી . ને જમવાનો વખત થયો એટલે ચકાએ લાલચોળ લોઢી ઢાળીને કહ્યું : “લ્યો ગોવાળણબાઈ ! આ સોનાના પાટલે બેસો .”

ગોવાળણ તો સોનાને પાટલે બેસવા ગઈ ત્યાં તો વાંસે દાઝી ! બિચારી બોલતી બોલતી ભાગી:

“ ખીર ન ખાધી હું તો દાઝી!

ખીર ન ખાધી , હું તો દાઝી ! ”

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
13.0K views05:41
باز کردن / نظر دهید