Get Mystery Box with random crypto!

જ્ઞાન સારથિ

لوگوی کانال تلگرام gyansarthi — જ્ઞાન સારથિ
لوگوی کانال تلگرام gyansarthi — જ્ઞાન સારથિ
آدرس کانال: @gyansarthi
دسته بندی ها: تحصیلات
زبان: فارسی
مشترکین: 131.74K
توضیحات از کانال

👉આ ગ્રુપ માત્ર ગુજરાતી લોકો માટે છે કે જેઓ સરકારી પરીક્ષા ની તૈયારી કરે છે
👉અહીંયા pdf mp3 વગેરે જેવી ફાઇલ્સ મોકલવામાં આવે છે
👉ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો

Ratings & Reviews

4.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


آخرین پیام ها 4

2022-06-23 08:41:04
ગિજુભાઈ ભગવાનજી બધેકા

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

આજના દિવસે ગિજુભાઈ બધેકાનુ એક ઉત્તમ વાક્ય..
“જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે, તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે.” – ગિજુભાઈ બધેકા

બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.
૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી.
૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિર ની સ્થાપના કરી હતી.

૧૯૨૦ના દાયકામાં ગિજુભાઈએ બાલ મંદિરની સ્થાપના કરી. પછીથી, નાનાભાઈ ભટ્ટ , હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈએ ભાવનગરમાં
શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી.

તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના
ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

(૧૫-૧૧-૧૮૮૫, ૨૩-૬-૧૯૩૯): બાળસાહિત્યકાર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મેટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ-કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ હાઈકૉર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય.
મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો.

૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણામૂર્તિભવનમાંથી નિવૃત્ત.
પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.

ગુજરાતીમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા – વાર્તા – નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે.

શિક્ષણના વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ
કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.

શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું

બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)

ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
10.6K views05:41
باز کردن / نظر دهید
2022-06-23 08:41:03 ન્યા. ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું બાકાયદા જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા. નાટકોનાં લેખન, મંચન દરમિયાન તેઓ
અરવિંદ પંડ્યાનાં સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર "હસ્ત મેળાપ" ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું. મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા. તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા.
તેમણે 'ગાજરની પિપૂડી' નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી.

૧૧ મે , ૨૦૧૨નાં રોજ, રાજકોટ ખાતે, ૭૮ વર્ષની ઉમરે તેઓનું અવસાન થયું.

કેટલાક સફળ ચલચિત્રોની યાદી
જેસલ તોરલ (૧૯૭૧)
હોથલ પદમણી (૧૯૭૪)
મેના ગુર્જરી (૧૯૭૫)
સંતુ રંગીલી (૧૯૭૬)
સોન કંસારી (૧૯૭૭)
ગંગા સતી (૧૯૭૯)
મણિયારો (૧૯૮૦)
જાગ્યા ત્યારથી સવાર (૧૯૮૧)
ઢોલી (૧૯૮૨)
મરદનો માંડવો (૧૯૮૩)
ઢોલામારૂ (૧૯૮૩)
હિરણને કાંઠે (૧૯૮૪)

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
9.3K views05:41
باز کردن / نظر دهید
2022-06-23 08:41:03
ઈતિહાસમાં ૨૩ જૂનનો દિવસ

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

સંજય ગાંધી

ઇંદિરા ગાંધીના મોટા દીકરા સંજય ગાંધીનું ૧૯૮૦માં આજના દિવસે એર ક્રેશમાં મોત થયું હતું . દિલ્હી ફ્લાઇંગ ક્લબનું નવું એરક્રાફ્ટ ઉડાડતી વખતે એરોબેટિક મેન્યૂઓવર કરતાં ફ્લાઇટ ક્રેશ થઈ હતી .

ઝિનેદિન ઝિદાન

વર્ષ ૧૯૯૮માં ફ્રાન્સને ફૂટબોલ વર્લ્ડ કપ જીતાડનારા મિડફિલ્ડર ઝિદાનનો જન્મ ૧૯૭૨માં આજના દિવસે થયો હતો . ત્રણ વાર ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ યર બનનાર ઝિદાન ચોથો ફૂટબોલર છે.

ટાઇપરાઇટરની શોધ અને પેટન્ટ

અમેરિકન પ્રકાશક -સંશોધક ક્રિસ્ટોફર લેથેમ શોલ્સે 1868 ની 23 જૂને આધુનિક ટાઇપરાઇટરના સૌથી પહેલા વર્ઝનની પેટન્ટ મેળવી હતી . QWERTY કી -પેડની શોધ પણ શોલ્સે કરી હતી .

ઓરલ કોન્ટ્રાસેપ્ટિવને માન્યતા

અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગે વર્ષ 1960 ની 23 જૂને વિશ્વની પહેલી કમ્બાઇન્ડ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પીલ ' એનવોઇડ ' મંજૂરી આપી હતી .
1985 ની 23 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 ' કનિષ્ક ' કેનેડાના મોન્ટ્રિયલથી દિલ્હી આવતું હતું ત્યારે આઇરિશ એરસ્પેસમાં બોમ્બ વિસ્ફોટથી ફૂંકી મરાતા 329 લોકો માર્યા ગયા હતા .

️ કનિષ્ક વિસ્ફોટ

મોન્ટ્રિયલ- લંડન- દિલ્હી રૂટ પર ઉડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૮૨ વર્ષ ૧૯૮૫માં આજના દિવસે આયર્લેન્ડના આકાશમાં ૩૧૦૦૦ ફૂટ ઉપર બોમ્બ વિસ્ફોટમાં ફૂંકી દેવાઈ , જેમાં ૩૨૯નાં મોત થયાં હતાં .

1895 :- પ્રખ્યાત હિન્દી લેખક કાલી ચરણ ઘોષનો કલકત્તામાં જન્મ થયો.

1761 :- પાણીપતનું ત્રીજું યુદ્ધ હાર્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.

1953 :- ભારતીય જનસંઘના સંસ્થાપક શયામ પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.

વિન્ટન જી.સર્ફ

આજના ઇન્ફર્મેશન ટેકનોલોજીનું મહત્વનું અંગ એવું ઈન્ટરનેટના જનક તરીકે ઓળખાતા એવા અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક વિન્ટન જી.સર્ફનો જન્મ તા. ૨૩/૬/૧૯૪૩ના રોજ ન્યુહેવનમાં આવેલ એક શહેરમાં થયો હતો.

પ્રાથમિક શિક્ષણ વેનન્યૂઝ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. ઈ.સ.૧૯૬૫માં ઈન્ટરનેટ એન્જી.ટાસ્કફોર્સમાં ગણિતના વિષય સાથે બી.એસ.સી. પાસ કર્યું. ઈ.સ. ૧૯૬૭માં ઇસમ કંપનીમાં નોકરી મળી. આ ઉપરાંત ઉચ્લા માં કોમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામમાં કામગીરી કરી. ઈ.સ.૧૯૭૦માં એમ.એસ.સી. તથા ઈ.સ. ૧૯૭૨માં પી.એચ.ડી થયા. ઈન્ટરનેટની શોધ કરનાર આર્યાનેટ પ્રોજેક્ટમાં તેમણે કામ કર્યું.

ઈ.સ.૧૯૭૨માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરના પ્રોફેસર થયા. ઈ.સ. ૧૯૮૬માં કોર્પોરેશન નેશનલ રિસર્ચમાં જોડાયા. ઈ.સ. ૧૯૯૪માં ઈન્ટરનેટ આર્કિટેક્ચરમાં વાઈસ પ્રેસીડન્સી તરીકે સેવા આપી. ૮ સપ્ટેમ્બર ૨૦૦૫માં સર્ફની સેવાઓ માટે ગુગલ કોર્પોરેશનમાં વાઈસ પ્રેસીડન્સ એન્ડ ચીફ ઈન્ટરનેટ ઇવાજેલીસ્ટ તરીકે નિમણૂંક થઇ. એમસીઆઈ ડીજીટલ સર્વિસીસના વર્ષ ૧૯૮૨-૮૩ના ગાળા દરમિયાન વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતાં તેમણે એમસીઆઈ મેઈલની ઈજનેરી કળા વિકસાવી હતી. આ ઈન્ટરનેટ સાથે સર્વપ્રથમ જોડાણ સાધનારી વેપારી ઈ-મેઈલ સેવા હતી. વર્ષ- ૧૯૭૬થી ૮૨ દરમિયાન અમેરિકી સરકારના સંરક્ષણ વિભાગની એડવાન્સ રીસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સીમાં કામ કરતાં સર્ફે ઈન્ટરનેટને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી સાથે જ ઈન્ટરનેટ સંબધિત પેકેટ ડેટા ડાટા તથા સિક્યોરીટી ટેકનોલોજીને વિકસાવવામાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું. સર્ફ્ને સ્વિઝરલેન્ડ, સ્પેન,સ્વીડન તથા નેધરલેંડઝ જેવા અનેક દેશોએ ડોકટરેટની પદવી આપી છે. ૮ માર્ચ ૨૦૦૨થી બલ્ગેરિયા રાષ્ટ્રપ્રમુખના આઈ.ટી એન્ડવાઇઝરના પ્રમુખ છે. આ ઉપરાંત એન્ડવાઇઝર બોર્ડ ઓફ યુંરેસીયા ગૃપના સલાહકાર સમિતિના સભ્ય છે.
તેમને આંતરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક એવોર્ડ એનાયત થયેલ છે. ઈ.સ. ૧૯૯૪માં એશોસીએશન ઓફ કોમ્પ્યુટીગ મશીનરી શિષ્યવૃત્તિ આપી હતી. ઈ.સ.૧૯૯૭માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ કિલન્ટને સર્ફ અને સાથી રોબર્ટ કાનને યુ.એસ. નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજોથી નવાજ્યા હતા. કોમ્પ્યુટર વિજ્ઞાનનું નોબલ પારિતોષિક ગણાતો એસીએમ એલન એમ તુરીંગ એવોર્ડ પણ સર્ફ અને કાનનને એનાયત થયેલ છે. વર્ષ ૨૦૦૪માં ઈન્ટરનેટ પ્રોટોકોલ માટે આ એવોર્ડ તેમને અપાયો હતો. વર્ષ ૨૦૦૫માં રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે પણ સર્ફ અને કાનને તેમની કામગીરી બિરદાવતાં પ્રેસિડેન્સીયલ મેડલ ફોર ફ્રીડમ એનાયત કર્યો. આ એવોર્ડ અમેરિકી નાગરિકોને અપાતો સૌથી ઉચ્ચ એવોર્ડ છે.

રમેશ મહેતા
જન્મની ૨૩ જૂન, ૧૯૩૪
નવાગામ (તા. ગોંડલ)

તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.
અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી. ૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બ
10.4K views05:41
باز کردن / نظر دهید
2022-06-23 08:41:02 Yuvirajsinh Jadeja:

* નીતિનભાઈ પટેલ *

* યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

*શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે છે. તે ઉપરાંત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ જેવા વિભાગના કેબિનેટમંત્રી તરીકેની જવાબદારી પણ તેઓશ્રી સંભાળે છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવાનની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી ના એક સંનિષ્ઠ કાર્યકર પણ છે.*

* ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના "વૈશ્વિક સ્તરે ભારત "ના સ્વપ્ન પરત્વે "સૌનો સાથ સૌનો વિકાસ " વિચારમંત્રને શ્રી નીતિનભાઈ પટેલે પૂર્ણરૂપે સાકાર કર્યો છે. તેઓશ્રીએ ગુજરાતના દરેક વિસ્તારમાં દરેક સમાજને લઇ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વની ગુજરાત સરકારમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પરિવહન અને વ્યાપાર જેવા વિવિધ ક્ષેત્રે નિતીવિષયક નિર્ણયો લઇ દરેક નાગરિકને સુખ -સગવડ અને સલામતી મળી રહે અને રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રસંસનીય કામગીરી કરેલ છે.*

* તેઓશ્રીનો જન્મ 22 જૂન 1956 ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે થયેલ છે. તેઓશ્રીનો ઉછેર તેમના દાદાના સમયથી ગર્ભશ્રીમંત એવા પરિવારમાં થયેલ. અભ્યાસકાળ પૂર્ણ થતા તેઓશ્રીએ તેમના કૌટુંબિક વ્યસાયમાં સામેલ થઇ તેને આગળ વધાર્યો.*

તેઓશ્રીના લગ્ન શ્રીમતી સુલોચનાબેન પટેલ સાથે થયા છે. તેઓશ્રીના પરિવારમાં મોટા પુત્રશ્રી જૈમીનભાઇ, પુત્રવધુ શ્રીમતિ ઝલકબેન, પૌત્રી વૈશ્વી તથા નાના પુત્રશ્રી સન્નીભાઈ છે.

* શ્રી નીતિનભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દી ની શરૂઆત સને 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કરેલ આજદિન સુધી તેઓશ્રી જાહેર જનતાની સેવા માટે હંમેશા કાર્યરત રહ્યા છે. સને 1990માં તેઓશ્રી પ્રથમ વખત ગુજરાત વિધાનસભા તરીકે ચૂંટાયેલા. પ્રજાજનોની સેવાની ભાવના અને જીવન પ્રત્યેના તેમના મૂલ્યો તેમજ સિદ્ધાંતોથી જાહેર જીવનમાં સતત આગળ વધતા રહ્યા અને આજે તેઓશ્રી ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સાથે ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ જેવા વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ગુજરાતના વિકાસમાં સહભાગી થયા છે.*

* સામાજિક-શૈક્ષણિક સેવાઓ *

મહામંત્રી, કડી તાલુકા નવનિર્માણ સમિતિ, ૧૯૭૪
૧૯૭૭ થી કડી નગરપાલિકામાં ૧૫ વર્ષના સભ્ય પદ દરમિયાન નગરપાલિકાની કારોબારી સમિતિ સહીત વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકે કામગીરી કરેલ છે.
પ્રમુખ, કડી નગરપાલિકા ૧૯૮૮-૯૦ સુધી કામગીરી કરેલ છે.
મહેસાણા ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લી. માં ૮ વર્ષ ડીરેક્ટર
૧૯૮૪ થી ડીરેક્ટર, ખેત ઉત્પન્ન બજાર સમિતિ, કડી
પ્રમુખ, મહેસાણા જિલ્લા ભારતીય જનતા પક્ષ ૧૯૯૭-૯૮
કારોબારી સભ્ય , ભાગ્યોદય જનરલ હોસ્પિટલ, કડી
ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્‍ટી બોર્ડના સભ્‍ય.ભારતીય જનતા પાર્ટી રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય
* રાજકીય નેતા તરીકે ની વિકાસગાથા *

1956
22 જૂનના રોજ મહેસાણાના જિલ્લાના વિસનગર ખાતે જન્મ

1974
કડી તાલુકા નવનિર્માણ કમીટીના મહામંત્રી

1977
પ્રથમ વખત કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા.

1984
કડી તાલુકા એ.પી.એમ.સીના ડિરેક્ટર

1988-90
કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે બીજી વખત ચુંટાયા તથા મહેસાણા ડિસ્ટ્રીક્ટ કૉ. ઓ. બેંક, મહેસાણાના ડિરેક્ટર તરીકે ચુંટાઈ સળંગ 8 વર્ષ માટે જવાબદારી સંભાળી.

1990
પ્રથમ વખત કડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચુંટાયા.

1991-92
ગુજરાત નગરપાલિકા પરિષદના ઉપ. પ્રમુખ

1995
પ્રથમ વખત આરોગ્ય વિભાગના કેબીનેટ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.

1997-98
મહેસાણા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ

1999
માર્ગ અને મકાન વિભાગ, નાની અને મધ્યમ સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય

2001
નાણાં વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય

2002
મહેસૂલ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત

2007
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પાણી પુરવઠા, સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત

2012
મહેસાણા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય તરીકે ચુંટાયા.

2012
નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ, સામાજીક કલ્યાણ અને વાહનવ્યવહાર વિભાગનાં કેબીનેટ મંત્રી, ગુજરાત

2014
આરોગ્ય, તબીબી શિક્ષણ, સામાજીક કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના, વાહનવ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત

2016
નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી.

* યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
11.6K views05:41
باز کردن / نظر دهید
2022-06-23 08:41:02
ઇતિહાસમાં આજનો દિવસ
23 June

#DB NEWS #HISTORY

ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો
https://t.me/gyansarthi
અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો
12.0K views05:41
باز کردن / نظر دهید
2022-06-23 08:41:01
ઇતિહાસમાં આજનો દિવસ
23 June

#DNA NEWS #HISTORY

ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો
https://t.me/gyansarthi
અથવા ટેલિગ્રામ મા @gyansarthi ક્લિક કરો
12.3K views05:41
باز کردن / نظر دهید
2022-06-23 08:16:58 અત્યાર સુધી 270 પિટિશનર નાં જ પૈસા આવેલા છે.
આપડા total પિટિશનર 800 + છે..
હવે તમારે વિચારવું રહ્યું કે સાલીન મેહતા સરને આપડી 28/6 નાં રોજ દલીલ માટે લાવવા કે નહિ.

જો આપડે દરેક આજ સાંજ સુધીમાં દરેક પિટિશનર પોતાની જવાબદારી સમજીને 2000 rs ફી નહિ આપે

તો આપડે સાલીન મેહતા સર ને કેહવું પડશે કે sorry sir અમારાથી આપની ફી ભરી શકીએ એવી ઈચ્છાશક્તિ નથી.
માટે હવે અમે તમને આ કેસમાં નહિ લાવી શકીએ.

તમે અત્યરે આ વાત ગંભીરતાથી નહીં લ્યો
તો પરિણામ ભોગવવા તૈયાર રેહવું..

આ વખતે એવુ નહિ થઇ કે જે પૈસા નહિ આપે એમનું પણ નામ હશે
એવુ બિલકુલ નહિ થાય
જે પૈસા આપશે એનું જ નામ હશે..

તમારે psi બનવું હોઈ તો કરવું પડશે..
બાકી તમારા માટે અમારી ટીમે ઘરના પૈસા નાખીને પણ આ લડત ચાલુ રાખી હતી
એટલે હવે અમને જ guilty feel થાઈ છે કે અમે તમારા માટે ખોટું દોડ્યા.

આવતીકાલે ભારે મને કેહવું નાં પડે કે સાલીન મેહતા હવે નઈ આવે
અને હુ અને અમારી ટીમ પણ હવે કોઈ જગ્યાએ નહિ દોડીએ..
અમારે પણ અમારી વ્યક્તિગત ઘરની જવાબદારી છે.. પણ તમને એની કદર નથી.

માટે વાતને serious થી લેજો..
આગળ મારી કે મારી ટીમની કોઈ જવાબદારી નહિ.

સ્પષ્ટતા કરી દીધી.
આભાર.
અશોક વઘાસીયા
15.2K views05:16
باز کردن / نظر دهید
2022-06-23 08:16:58
આ નંબર પર પેમેન્ટ થઈ ગયા પછી સ્ક્રીન સોટ મોકલવો ફરજિયાત છે કોઈ ગ્રુપમાં સ્ક્રીનસોટ નથી મોકલવાનો આ નંબર ઉપર વોટ્સએપમાં સ્ક્રીન સોટ મોકલવાનો ફરજિયાત છે.
1.2K views05:16
باز کردن / نظر دهید
2022-06-23 08:16:58
આ QRCODE માં પેમેન્ટ કરવાનું છે.
1.4K views05:16
باز کردن / نظر دهید